ખબર

ગુજરાતીઓની સૌથી મોટી સફળતા, 60 દિવસમાં ઉગતું ઘાસ માત્ર 7 દિવસમાં જમીન વિના ઉગી નીકળે એવુ મશીન બનાવ્યુ

કહેવાય છે કે ગુજરાતીઓ ખુબ જ દિમાગવાળા હોય છે અને એટલે જ દુનિયાના શિરમોળ ધંધાદારીઓમાં પણ ગુજરાતીઓના આગવા નામ છે. ગુજરાતીઓના ડંકાઓ દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વાગતા હોય છે ત્યારે આ બધામાં ગુજરાતની બનાસ ડેરીએ પણ આગવું નામ બનાવ્યું છે.

Image Source

કોરોના વાયરસ બાદ આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ ત્યારે દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ આત્મનિર્ભર ભારતની પહેલ શરૂ કરી અને જે અંતર્ગત દેશભરમાંથી ઘણા લોકો પોતાની જાતે આત્મનિર્ભર બન્યા.

Image Source

આ અભિયાન અંતર્ગત જ બનાસ ડેરીએ હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન બનાવ્યું છે. આ મશીનના કારણે 60 દિવસમાં ઉગતું ઘાસ હવે માત્ર 7 દિવસમાં તૈયાર થઇ જશે. આ મશીનની ખાસ વાત તો એ છે કે આ ઘાસ ઉગાડવા માટે જમીનની જરૂર પણ નહીં પડે અને માત્ર મશીનની મદદથી જ ફક્ત એક જ અઠવાડીયામાં ઘાસ તૈયાર થઇ જશે.

Image Source

આ હાઈડ્રોફોનિક મશીન ઓછી જમીન ધરાવતા કે જમીન વિહોણા પશુપાલકોને પણ ખુબ જ ઉપયોગી થશે. હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન સાઈઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે. જે ખુબ જ ઓછા પાણીની મદદથી ઘાસ ઉગાવી શકે છે.

Image Source

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની હાજરીમાં ઘાસ બનાવતા હાઈડ્રોફૉનિક મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ મશીન ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસ તૈયાર કરવા માટે પશુપાલકો માટે વરદાન રૂપ સાબિત થશે.