રોટલીના એક ટુકડાએ લઇ લીધા બે જીવ, પતિને બચાવવા આવેલી પત્નીનું પણ થયું મોત, હૃદય કંપાવનારી ઘટના

ભૂખથી રડી રહેલી બાળકીને …અચાનક જ થઇ ભાઈની હત્યા, પતિને બચાવવા આવેલી પત્નીનું પણ માથું હથોડાથી ફોડી નાખ્યું, જાણો વિગત

આજે દેશભરમાં લૂંટ અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે સંબંધોને શર્મસાર કરનારી પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેના પુરાવા પણ રોજ બરોજના સમાચારમાં મળતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી દીધી છે.

ગત રવિવારના રોજ મોટાભાઈએ પોતાના જ ભાઈ અને તેની પત્નીની હથોડાથી વાર કરીને હત્યા કરી નાખી. આ ઘટનાને અંજામ આપી અને મોટો ભાઈ અને તેની પત્ની બંને તેમના ઘરેથી ફરાર ગયા હતા.રિજના ઘરેલુ ઝઘડા અને એકબીજા સાથેના અણબનાવના કારણે થયેલી આ હત્યાની સૂચના મળતા જ પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા સાબિતીઓ ભેગી કરવામાં લાગી ગઈ હતી.

પોલીસ અધિક્ષક ગ્રામીણ અને સીઓ સદર દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી અને હત્યાના આરોપીની ધરપકડ કરવા માટે પોલીસની બે ટીમની રચના પણ કરવામાં આવી. મા જુલેખાની ફરિયાદ ઉપર આરોપી દીકરા અને વહુ વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરી લીધો છે. આ ડબલ હત્યાકાંડ યોજાયો છે વારાણસીના લોહતા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ રહીમપુર નવી બસ્તી મોહલ્લામાં.

પોલીસના જણાવ્યા અનુસાર ભદોહીના સ્વર્ગીય મહેબૂબ અલીનો પરિવાર છ-સાત વર્ષ પહેલા આ નવી બસ્તીમાં રહેવા માટે આવ્યો હતો. મહેબૂબ અલીના પાંચ પુત્રો હતામ, જેમાંથી એક દુબઈમાં રહેતો હતો, ચાર દીકરાઓ રહીમપુરમાં રહેતા હતા. ત્રીજા નંબરનો દીકરો નિયાઝ એક ગુન્હા હેઠળ જેલમાં હતો. ઘરમાં મોટો ભાઈ નિઝામુદ્દીન અને નાનો ભાઈ નિસાર રહેતા હતા.

ઘરમાં નિઝામુદ્દીન અને નિસાર વચ્ચે ઘણા મહિનાથી મનમોટાવ ચાલી રહ્યો હતો. સવારે નવ વહે નિઝામુદ્દીનની સાત વર્ષની દીકરી શાઇસ્તા જમવાનું માંગી થી હતી તો નિસારની પત્ની ખુશ્બુએ થાળીમાં ખાવાનું પીરસ્યું. જયારે બંને ભાઈઓનું રસોડું અલગ હતું. આ જોઈને નિઝામુદ્દીન અને તેની પત્ની શહજાદીએ ખુશ્બુનો વિરોધ કર્યો કે તે મારી દીકરીને ખાવાનું કેમ આપ્યું ?

આજ વાતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો, અને નિસાર સમજાવવા માટે વચ્ચે પડ્યો. બંનેનો ઝઘડો ધાબા ઉપર થઇ રહ્યો હતો. ત્યારે જ એક ધારદાર રોડથી નિઝામુદ્દીને નિસારના ગળા ઉપર ઘા કરી દીધો અને પાસે રહેલા હથોડાથી માથા ઉપર ઘા કર્યો. પતિને બચાવવા માટે આવેલી ખુશ્બૂને પણ ગુસ્સે ભરાયેલા નિઝામુદ્દીને હથોડાનો ઘા કરતા લોહી લુહાણ થઇ ગઈ. ચીસો સાંભળી અને પાડોશીઓ પણ આવી ચઢ્યા, લોહી લુહાણ હાલમાં જ બંનેમેં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ બંનેએ દમ તોડી દીધો.

Niraj Patel