અજબગજબ

આર્ટિસ્ટે દીવાલ પર ટેપથી ચીપકાવ્યું કેળું 85 લાખ રૂપિયામાં વેચાયું – તસ્વીરો થઇ વાયરલ

દુનિયાનું સૌથી કિંમતી કેળું વેચાયું 85.81 લાખ રૂપિયામાં, જાણીને નવાઈ લાગી છે! ભલે વિચિત્ર છે પણ વાત સાચી છે. ડક્ટ ટેપ દ્વારા દીવાલ પર ચોંટાડવામાં આવેલું એક કેળું હાલમાં ખૂબ જ ચર્ચાઓમાં છે.

Image Source

મિયામી બીચ પર આર્ટ બેસલે આ કલાકૃતિને 85.81 લાખ રૂપિયામાં વેચી છે. આ કલાકૃતિને પ્રસિદ્ધ કલાકાર મૌરિજિયો કૈટેલને બનાવી છે. આ એક પ્રકારનું આર્ટ છે, જેને કોમેડિયન નામ આપવામાં આવ્યું છે. મૌરિજિયો આ પહેલા પણ ત્રણ કલાકૃતિ બનાવી ચુક્યા છે, જેમાંથી બે વેચાઈ ચુકી છે. મૌરિજિયો એ જ આર્ટિસ્ટ છે કે જેને કેટલાક સમય પહેલા 18 કેરેટની ટોયલેટ સીટ બનાવવા માટે ચર્ચામાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Sarah Cascone (@sarahecascone) on

પેરિસની આર્ટ ગેલેરી પૈરોટિનના માલિકે જણાવ્યું કે કેળું વૈશ્વિક વેપાર અને હ્યુમરનું પ્રતીક છે. આ કેળાની કિંમત જણાવે છે કે અમે કઈ રીતે વસ્તુની કિંમત નક્કી કરીએ છીએ અને કઈ વસ્તુઓને મહત્વ આપીએ છીએ. તેમને જણાવ્યું કે કૈટેલને પોતાના હોટલના રૂમમાં લટકી શકે એવું કોઈ સ્કલ્પચર બનાવવાની વિચારી રહયા હતા, જે તેમને હંમેશા પ્રેરણા આપે. તેમને પહેલા તંબુ અને તાંબાના રંગથી પેન્ટ કરેલા કેળા તૈયાર કર્યા. એ પછી અસલી કેળાને ટેપ લગાવીને પ્રદર્શિત કર્યું.

Image Source

કહેવાય રહ્યું છે કે કલાકૃતિમાં વપરાયેલું કેળું એક ગ્રોસરી સ્ટોરથી ખરીદવામાં આવ્યું હતું. જેને મિયામી બીચ પર આર્ટ બેસલમાં 85.81 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું. આની સાથે એનું વિશ્વસનીયતા સર્ટિફિકેટ પણ છે પણ એ નથી જણાવ્યું કે કેળું કેટલા દિવસ પછી સડવા લાગશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.