કેળું સમજીને પકડી લેવાની ભૂલ ના કરતા, આ છે ખુબ જ ખતરનાક સાપ, દેખાય છે અદ્દલ પાક્કા કેળા જેવો, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોની અંદર દુનિયાભરના એવી એવી પ્રજાતિના સાપ જોવા મળતા હોય છે જેને જોઈને આપણા પણ શ્વાસ અધ્ધર થઇ જાય, તો ઘણા એવા સુંદર સાપ પણ જોવા મળે છે જેને જોઈને આપણને પણ તેને અડવાનું મન થઇ જાય, પરંતુ એ સાપ ઝેરી છે કે નહિ તે ખબર નથી પડતી, સાપ કરડે તો માણસનું મોત પણ થાય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક અજીબો ગરીબ સાપનો વીડિયો સામે આવ્યો છે.

તમે સાપના ઘણા પ્રકારના વીડિયો જોયા હશે પરંતુ ચોક્કસ આવા સાપનો વીડિયો આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય. આ વીડિયોમાં સાપની એક અનોખી પ્રજાતિ જોવા મળી રહી છે. આ વીડિયોમાં ન તો સાપ કોઈની સાથે લડી રહ્યો છે અને ન તો સાપ હુમલો કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ પણ આ વીડિયો જોયા પછી તમને પરસેવો આવી જશે.

આ ટ્રેન્ડિંગ વીડિયો જોયા પછી તમને લાગશે કે બે કેળા નીચે રાખવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વીડિયોમાં દેખાતી એક વસ્તુ કેળું છે અને બીજી વસ્તુ સાપ છે. ઘણા લોકોને તેમની આંખો ઉપર વિશ્વાસ નથી આવી રહ્યો અને જ્યારે તેમને સાપની હાજરીની જાણ થઈ તો લોકો સ્તબ્ધ થઈ ગયા. આ સાપના શરીર પર કેળાની છાલ જેવા ફોલ્લીઓ છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સાપનો દેખાવ કેળા જેવો હોવાથી તેને બનાના બોલ પાયથોન નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને ઘણા લોકો આ વીડિયો ઉપર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel