ચાલુ મેચમાં ભૂતે લીધી બેસ્ટમેનની વિકેટ ? વીડિયોમાં જુઓ લાઈવ મેચ દરમ્યાન સ્ટમ્પની પાસે એઅવું તે શું થયું કે લોકોએ કહ્યું કે ‘ભૂત’ આવ્યું

ઝીમ્બાવે બીજી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 રનથી જીતીને બાંગ્લાદેશની સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી. પરંતુ તે મેચમાં એક એવો પણ સમય આવ્યો હતો જેની ચર્ચા તે મેચ કરતા પણ વધારે થઇ રહી હતી. તે દરમ્યાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઝીમ્બાવે અને બાંગ્લાદેશની વચ્ચે બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચ દરમ્યાન એક ડરાવની ઘટના કેમેરામાં કેદ થઇ હતી.

સ્ટમ્પની પાસે બલ્લેબાઝ હતો નહિ અને રહસ્યમય રીતે બેલ્સ વિકેટ જાતે જ નીચે પડી ગઈ હતી. આ ઘટના બાંગ્લાદેશના દાવ દરમ્યાન 18મી ઓવર વખતે બની હતી. જયારે મોહમ્મદ સૈફુદ્દીન સ્ટ્રાઇક પર હતા. તેંદઈ ચતરા બોલિગ કરી રહ્યા હતા અને પાંચ બોલે ભાગ્યશાળી સફળતા મળી હતી જયારે સૈફુદ્દીને પુલ શોટ રમતા સ્ટમ્પને કિક કર્યું હતું.  પરંતુ સૈફુદ્દી પાછળ ફરીને જોવા લાગ્યા હતા કે થયું શું હતું જયારે બેલ્સ પડવાનો અવાજ સાંભળ્યો હતો. પરંતુ શું સાચેમાં બાંગ્લાદેશી બલ્લેબાઝ હિટ-વિકેટથી આઉટ થયા હતા ?

અમ્પાયરે આ ઘટના સમજવા માટે ત્રીજા એમ્પાયરની મદદ લીધી હતી અને જયારે ટીવી રિપ્લેમાં દેખાડવામાં આવ્યું તો તેમાં જોઈ શકાય છે કે બેલ્સ હવાથી નીચે પડી ગઈ હતી. રિપ્લેમાં સૈફુદ્દીન સ્ટમ્પ્સથી થોડીક ઇંચથી દૂર હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો આ ઘટનાને ભૂતિયા કહેવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારબાદ સ્ટમ્પને પહેલા જેવી સ્થિતિમાં કરી દેવામાં આવ્યા હતા. જોકે તે રાઝ ઉપરનો ખુલાસો થયો નથી કે બેલ્સ પડ્યા કેવી રીતે.

જણાવી દઈએ કે સલામી બલ્લેબાઝ વેસ્લે મધેવેરે 73 રન બનાવ્યા હતા, જેનાથી ઝીમ્બાવેને બાંગ્લાદેશને 23 રનથી હરાવીને બાંગ્લાદેશની વિરુદ્ધ ત્રણ મેચની ટી20 સિરીઝ જીતવાની ઉમ્મીદને જીવતી રાખી હતી.

ઝીમ્બાવેએ એક બોલ બાકી રહેતા બાંગ્લાદેશને 143 રન પર આઉટ કરતા પહેલા 166-6નો સ્કોર બનાવ્યો હતો.

Patel Meet