ખબર

ગુજરાતમાં અમદાવાદ જ નહિ પણ આ 2 જગ્યાએ પણ શાકભાજી પર પ્રતિબંધ, જાણો વિગત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 28 દર્દી કોવીડને લીધે મર્યા છે સાથે જ 119 દર્દી સાજા થયા છે. આમ મૃત્યુઆંક 396, કુલ કોવીડ પેશન્ટ 6,625 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને ગઈકાલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ શટડાઉન જાહેર કરાયું છે. આથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે શાકભાજી પર પ્રતિબંધ લગાવ્યા બાદ લોકોએ પેટ્રોલપંપ પર લાઈનો લગાવી દીધી હતી. જો કે પોલીસ વેહિકલ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વેહીકલમાં જ સાંજના 7 વાગ્યા બાદ પેટ્રોલ પુરી આપવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. સરકારના નિયમનું કડક અમલ કરી શકાય એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બેકાબૂ બનેલાં કોવીડ ૧૯ માત આપવા AMC અને ACS રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં 7 દિવસ સુધી સંપુર્ણ લોકડાઉનનાં આદેશ આપ્યા છે. જેમાં દવા અને દૂધ સિવાયની તમામ શાકભાજી અને કરિયાણાની દુકાનો બંધ રાખવાના આદેશ કર્યાં છે. આ આદેશ લોકોએ વાંચતા જ અમદાવાદમાં ઠેર ઠેર શાકભાજી અને કરિયાણાની દુકાનોએ પડાપડી થઈ ગઈ હતી.

અમદાવાદના ઘણા એરિયામાં પડાપડીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર, બંને વિસ્તારોમાં લોકોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. વસ્ત્રાપુર થી લઈને આંબાવાડી સુધી જગ્યાઓએ લોકો ભેગાં થઈ ગયા હતા. દુકાનો બહાર ટ્રાફિક જામનાં દ્રશ્યો હતા. દુકાનો બહાર લાંબી લાઈનો લાગી જતાં પોલીસ પણ દોડી આવી હતી. અને ભીડને કાબૂમાં લેવા માટે પ્રય્તનો કરાયા હતા.

જેનો નિર્ણય લેવાયો તરત જ અમદાવાદમાં પબ્લિકે ખરીદી કરવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો

નવી અપડેટ નુસાર AMC એગ્રેસિવ ટેસ્ટીંગ કરશે. વોર્ડવાઈઝ રણનીતિ બનાવવામાં આવનાર છે. રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પણ લોકો ટેંશન વગર ફરી રહ્યા છે, જેથી હવે તેના પર પણ બ્રેક લાગશે. જે નિર્ણય સમગ્ર અમદાવાદવાસીઓના હિતમાં જરૂરી હતો તે આખરે લેવાઈ ગયો છે. આ નિર્ણયથી મોટા ભાગના લોકો ખુશ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.