ખબર

અમેરિકાએ ભારત ઉપર લગાવી દીધો ટ્રાવેલ પ્રતિબંધ, જાણો બાઇડને શું લીધો નિર્ણય

કોરોનાની બીજી લહેર ભારતની અંદર ખુબ જ ઘાતક બની રહી છે ત્યારે અમેરિકા દ્વારા તેના નાગરિકોને પરત આવી જવા માટે જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે અમેરિકાએ ભારત ઉપર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી લીધો છે.

1મે ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એક ઘોષણા પત્ર જાહેર કરીને છેલ્લા 14 દિવસથી ભારતમાં રહી રહેલા એ લોકોને અમેરિકા આવવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાની જાહેરાત કરી છે, જે અમેરિકી નાગરિકો નથી.

આ ઘોષણા પત્ર 4 મેના રોજ લાગુ કરવામાં આવશે. આ ઘોષણા પત્રને ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના ઘણા સ્વરૂપો સક્રિય થવાના કારણે જાહેર કરવામાં આવ્યો છે.જો કે, અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, પત્રકારો અને અન્ય કેટલીક કેટેગરીના લોકોને ભારત પ્રવાસ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના સચિવ ટોની બ્લિન્કન દ્વારા આ છૂટની જાણકારી આપવામાં આવી છે.