ઢોલીવુડ મનોરંજન

તાંડવની તીવ્રતાને બદલે મનને શાતા આપતું અરવિંદ વેગડાના અવાજમાં ગવાયેલું એક સુંદર ગીત: બમ બમ ભોલા અલખ નિરંજન

સ્વયં શિવ અને જીવમાં રહેલ શિવત્વ, બંનેના સમન્વયનો મહિનો એટલે શ્રાવણ. પવિત્રતામાં ઉત્તમ માસ એટલે શ્રાવણ.

કોરોનાના સમયમાં જ્યારે લગભગ પ્રલયની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, નવસર્જનની પૂર્વભૂમિકાના દેવ મહાદેવની આરાધના કરતું એક ખુબ સરસ ગીત અમદાવાદના કેટલાક મિત્રોએ ક્રિએટ કર્યું.

અમદાવાદના મ્યુઝિક કંપોઝર પાર્થ ઠાકર અને જૈમિન વૈદ્યએ, તાંડવની તીવ્રતાને બદલે મનને શાતા આપતી અને પ્રફુલ્લિત પણે શિવમય કરતી સરસ ધૂન બનાવી છે. આ મધુર ધૂન પર બનેલું ગીત સાંભળતા મનમાં ધ્યાનનો ભાવ જાગે છે.

શિવની આરાધના માટે એટલું બધું કહેવાયું છે કે હવે ભોલેની સ્તુતિમાં કેટલાક શબ્દો રીપીટ ન થાય તો જ નવાઈ. છતાં શક્ય તેટલી નવી શબ્દ સાધના પ્રયોજી છે ગીતકાર મહેન્દ્ર પોશિયા એ. શિવ શાંતિની સાથે સાથે ઊર્જાના પણ પ્રતિક છે. અચેતનમાં ચેતન પૂરનાર છે. આ ગીતને ભજન ભાવના બહ્યાવરણ વાળો ઊર્જા સભર અવાજ આપ્યો છે, ખૂબ લોક ચાહના મેળવેલ , સુપ્રસિદ્ધ સિંગર અરવિંદ વેગડાએ.

લોકડાઉનના સમયમાં આ ગીતનું એનિમેશન એ વિડિયો-શૂટની કમી વર્તાવા દેતું નથી. ગીત ના એનિમેશન વિઝ્યુઅલ આપણને કઈક અલગ જ અનુભૂતિ આપે છે.

પાછલા કેટલાક મહિનાઓની ચિંતા, અને નેગેટિવિટીને ડીલીટ કરવા. સકારાત્મક ઊર્જા ના સંચરણ અને સચરાચર બ્રહ્માંડના અધિપતિ, શિવ પ્રત્યેના સમર્પણ ભાવને ઝંકૃત કરતું આ ગીત અચૂક અને રીપિટ મોડમાં સાંભળવા જેવું છે.
તમે પણ જુઓ આ સરસ મઝાના ગીતને:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.