યુવકને કોલ કરીને પહેલા બોલાવ્યો, પછી કહ્યું- ચલો સંગીતાના ઘરે જવું છે, ઘરમાં ઘુસતા જ પેન્ટ અને શર્ટ…જાણો આખી કહાની

ગુજરાત સમેત આખા દેશભરમાંથી ઘણીવાર ચોંકાવનારા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં બાલોતરા પોલીસે એક મોટી કાર્યવાહીને અંજામ આપતા સેક્સટોર્શન ગેંગનો પર્દાફાશ કરીને બે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આરોપીઓએ એક કાર ચાલકને બંધક બનાવ્યો હતો. આ પછી તેના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી પૈસાની માંગ કરી હતી અને તેની પાસેથી રોકડ અને કારની લૂંટ કરી હતી.

પચપદરા પોલીસ સ્ટેશનના અધિકારી અમર રામે જણાવ્યું હતું કે અરજદાર ડ્રાઈવરે પચપદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે 25 સેપ્ટેમ્બરે સુષ્મા વિશ્નોઈએ તેને બાડમેરથી બાલોતરા જવા માટે કહ્યું હતું. તે દરમિયાન સુષ્મા બાલોતરામાં તેની ઓળખીતી સંગીતાના ઘરે લઇ ગઈ. જ્યાં બંને મહિલાએ અને બીજા 3 યુવકોએ મળીને પીડિતાને બંધક બનાવ્યો હતો. તેને માર માર્યા બાદ નગ્ન અવસ્થામાં તેના ફોટોઝ અને વીડિયો બનાવી લીધા.

file pic

તેના પછી 60 હજાર રૂપિયા અને ગાડી લૂંટી લીધી. હવે તે 10 લાખની માંગ કરી રહ્યા છે અને જો પૈસા નહિ આપે તો ફોટોઝ અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી રહ્યા છે. બાલોતરા પોલીસ અધિક્ષક કુંદન કાવરીયા એ આ મામલે પોલીસ સ્ટેશનમાં વિશષે ટીમ ભેગી કરી હતી. મામલામાં સંગીતા, સુષ્મા, ગિરધર, મહેન્દ્ર અને કવરાજની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણ યુવાનો પચપદરાના ટોપ-10 અપરાધીઓની લિસ્ટમાં છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે બાડમેર નિવાસી પ્રેમલતા સાથે મળીને અરજદાર પાસેથી પૈસા પડાવવાની યોજના બનાવી અને આ ગુનો આચર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, આ સેક્સટોર્શન ગેંગ ધનિક લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવી લે છે.

Devarsh