પાકિસ્તાનની હારનો જશ્ન માત્ર ભારતમાં જ નહિ પરંતુ પાકિસ્તાનના આ ભાગમાં પણ ઉજવવામાં આવ્યો, ભાન ભૂલીને નાચવા લાગ્યા લોકો

ગઈકાલે ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો. પાકિસ્તાનની આ હાર બાદ જ્યાં પાકિસ્તાનના ચાહકોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો ત્યાં ભારતમાં ઉત્સવ જેવી ઉજવણી થઇ હતી, લોકો ખુબ જ ફટાકડા ફોડ્યા અને આતીશબાજી પણ કરી હતી.

પાકિસ્તાનની હારની ઉજવણી માત્ર ભારતમાં જ નથી થઇ. પરંતુ બલુચિસ્તાનમાં પણ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બલુચિસ્તાનમાં લોકોના નાચતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયોને શેર પણ કરી રહ્યા છે.


બલોચ નેશનલ મુવમેન્ટ યુકે જોનના ચીફ હકીમ બલોચ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ભાન ભૂલીને નાચી રહ્યા છે અને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આ વીડિયોને શેર કરવાની સાથે હકીમ બલોચે લખ્યું છે કે, “આટલી ખુશી!”  તો આ વીડિયોને પાકિસ્તાની મૂળની કેનેડિયન પત્રકાર તારિક ફતેહ દ્વારા લખવામાં આવ્યું છે કે “#T20WorldCup21ની સેમિ ફાઇનલમાં પાકિસ્તાન ઉપર ઓસ્ટ્રેલિયાની જીતનો ઉત્સવ મનાવતા બલુચ.”


તમને જણાવી દઈએ કે બલુચિસ્તાન પાકિસ્તાનનું જ એક રાજ્ય છે. ઘણા વર્ષોથી અહીંયાના લોકો આઝાદીની માંગણી કરી રહ્યા છે. અને વર્ષ 2003થી આ માંગ ઝડપથી ઉઠવા પણ લાગી છે. આ ઉપરાંત બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્વારા જુલમ કરવાની ખબરો પણ આવતી રહે છે.

Niraj Patel