વાહ શું કિસ્મત છે ! એક ફુગ્ગા વેચતી ગરીબ છોકરીમાં ફોટોગ્રાફરે જોઇ લીધી એવી વસ્તુ કે રાતો-રાત થઇ ગઇ ફેમસ

ફુગ્ગા વેચતી આ દીકરી બની ગઈ મોડલથી પણ વધુ ખૂબસુરત ! સોશિયલ મીડિયાની સ્ટાર બની જતા લોકોએ કર્યા વખાણ

કહેવાય છે કે સોશિયલ મીડિયાના આ યુગમાં એક તસવીર તમારું જીવન અને દેખાવ બદલી શકે છે. દુનિયાભરમાં એવી ઘણી વાર્તાઓ છે, જ્યારે લોકોની તસવીરોએ તેમનું ભાગ્ય બદલી નાખ્યું હોય. ઉદાહરણ તરીકે પાકિસ્તાનના ચા વેચનાર અરશદ ખાનનું જીવન લો. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થયા બાદ તે રાતોરાત ફેમસ થઇ ગયો હતો. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈને સ્ટાર બનતા વાર નથી લાગતી. જો કોઈ વ્યક્તિમાં ટેલેન્ટ હોય તો તેને ખ્યાતિ ચોક્કસ મળે છે. (તસવીર સૌજન્ય :અર્જુન ક્રિષ્ના )

એવી જ રીતે, ફુગ્ગા વેચતી એક છોકરી આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ જમાવી રહી છે. કહેવા માટે, આ છોકરી કેરળમાં બલૂન વેચવાનું કામ કરે છે, પરંતુ આ દિવસોમાં તે તેના સુંદર ફોટાઓને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.  ત્યારે હવે ફુગ્ગા વેચતી છોકરીની તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ફોટો ક્લિક કરનાર વ્યક્તિએ લોકોના હોશ ઉડાવી દીધા છે.

યુવતીના મેકઓવરની તસવીરો સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે પયન્નુર સ્થિત ફોટોગ્રાફર અર્જુન કૃષ્ણને કન્નુર અંદાલુરકાવુ ફેસ્ટિવલમાં આ ફુગ્ગા વેચવાવાળી છોકરીને જોઇ. તે ફુગ્ગાઓ અને લાઇટની વચ્ચે ઊભી રહી હતી. અને વિચાર્યું કે તે એક સારી તસવીર બનાવશે. આમ રાજસ્થાનની આ યુવતીની તસવીર ક્લિક થઈ હતી, જે આતુરતાથી કેમેરા તરફ જોઈ રહી હતી. જ્યારે તેણે બાળકી અને તેની માતાને તસીવર બતાવી, ત્યારે તેઓ ખુશ થઈ ગયા. તેનું નામ કિસ્બુ હતું.

બે દિવસ પછી અર્જુને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. અર્જુનના મિત્ર શ્રેયસે પણ કિસ્બુનો ફોટો લીધો હતો. કિસ્બુની તે હસતી તસવીર પણ વાયરલ થઈ હતી. થોડા જ સમયમાં તેને મેકઓવર ફોટો શૂટ કરવા માટે બોલાવવામાં આવી. અર્જુને સ્ટાઈલિશ રેમ્યાની મદદથી કિસ્બુના કેટલાક સુંદર ફોટો શૂટ કર્યા. રેમ્યાએ કિસ્બુને કેરળના મુંડુ અને પરંપરાગત ઘરેણાં સાથે અદભૂત મલયાલી મેકઓવર આપ્યો.

આ મેકઓવરની માત્ર પ્રશંસા નથી થઈ પરંતુ કિસ્બુને ઘણી ઑફર્સ પણ મળી હતી. અર્જુન એક ફ્રીલાન્સ વેડિંગ ફોટોગ્રાફર છે જે આ ક્ષેત્રમાં 15 વર્ષથી છે. આ ફોટોશૂટ પછી તેની ખૂબ પ્રશંસા થઈ હતી અને ઘણા ફોન પણ આવ્યા હતા. તે રોમાંચિત છે કે તેણે પોતાની તસવીર વડે કોઈના જીવનમાં નાનકડો ફેરફાર કર્યો છે. અર્જુન કૃષ્ણન નામના ફોટોગ્રાફરે કિસ્બુ નામની આ છોકરીને અંદાલુરકાવુ ફેસ્ટિવલ દરમિયાન જોઈ હતી.

આ દરમિયાન તેણે ક્લિક કરેલા ફોટા ખૂબ જ શાનદાર હતા. જે પછી અર્જુને આ ફોટા કિસ્બુ અને તેની માતાને બતાવ્યા. કિસ્બુ અને તેની માતા કિસ્બુના આ સુંદર ફોટા જોઈને ખૂબ જ ખુશ થયા. ત્યારપછી ફોટોગ્રાફર અર્જુન કૃષ્ણને આ જ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેને યૂઝર્સને ખૂબ લાઈક કરવામાં આવ્યો છે, ઘણા લોકોએ આ ફોટોઝ પર કોમેન્ટ પણ કરી છે.આ પછી અર્જુનના મિત્ર શ્રેયસે પણ તેનો ફોટો ક્લિક કર્યો, આ ફોટોઝને પણ જોરદાર રિસ્પોન્સ મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by PHOTO MAN (@photoman_official)

આ ફોટામાં કિસ્બુ હસી રહી છે. આ પછી, કિસ્બુનો મેકઓવર રેમાયા નામની સ્ટાઈલિશ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટ્રેડિશનલ મેકઓવરમાં તે સાડી અને લાલ બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે. ત્યાં આ વાયરલ શૂટ પર ફોટોગ્રાફર અર્જુનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે કહ્યું કે ફોટોશૂટ બાદ તેને જે રિસ્પોન્સ મળ્યો છે તેનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે.

Shah Jina