BJP વિધાયકની અજીબો ગરીબ સલાહ, પાણીમાં 5 ઢાંકણ ગૌમૂત્ર ઉમેરીને પીવાથી નહિ થાય કોરોના, જુઓ વીડિયો

કોરોના વાયરસની શરૂઆતથી લઈને અત્યાર સુધી તેનાથી બચવા માટેના ઘણા એવા દાવાઓ કરવામાં  આવ્યા છે જેમાં ઘણા દાવાઓ ફેક્ટ ચેકમાં એકદમ ખોટા પણ નીકળતા હોય છે. પરંતુ બલિયા જિલ્લાના બૈરીયાના ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ દ્વારા અજીબો ગરીબ દાવો કરવામાં આવ્યો છે.

તેમને દાવો કર્યો છે કે ગૌમૂત્ર અને હળદરનું ચૂરણ ઘીમાં શેકીને નિયમિત સેવન કરવાથી કોરોના સંક્ર્મણ થતું નથી. તેમને કહ્યું કે આખા ભારતમાં કોરોનાથી જજ, મંત્રી, ઓફિસર મરી રહ્યા છે. જો સરકાર પાસે દવા હોતી તો તેમનો તાત્કાલિક ઈલાજ કરી દેવામાં આવતો. પરંતુ હકીકત એ છે કે દૈવીય પ્રકોપ જેવી કોરોના રૂપી મહામારીનો કોઈ ઈલાજ સરકાર પાસે નથી. બધી જ સિસ્ટમ ફેલ થઇ ચુકી છે.

એવામાં ગૌમૂત્ર અને ગાયના ઘીમાં શેકેલી હળદરનું ચૂરણજ એક માત્ર સાચો ઈલાજ છે. વિધાયક દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર સોનબરસા સ્થિત પ્રાંગણમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે સાચું તો એ છે કે દવા કારોબારી શું દવા બનાવી રહ્યા છે ? કોઈ ભરોસો નથી. જેના ઘરમાં ગાય છે, જો સવારે ખાલી પેટે 50 એમએલ ગૌમૂત્ર અને 50 એમએલ પાણી ભેળવીને પી લે તો કોરોના તો શું, કોઈપણ બીમારી પાસે નહીં આવે.

આ સાથે જ બૈરીયા વિધાયકે ઘીમાં શેકેલી હળદરનું ચૂરણ ખાતા કહ્યું કે “હું દરરોજ 10 વાર ખાવ છું, અને રોજ સવારે ગૌમૂત્ર પિવ છું. એટલા માટે અમને કોરોના તો શું કોઈપણ બીમારી સ્પર્શી નથી શકતી.”

વિધાયકે કહ્યું છે કે લોકો જો  રોજ સવારે ગૌમૂત્ર અને બે ત્રણ વાર ઘીમાં શેકેલી હળદરનું સેવન કરે તો તેને કોરોના નથી થઇ શકતો. તો શહેરમાં રહેવાવાળા લોકો જેમના ઘરે ગાય નથી તે લોકો પતંજલિદિવ્ય ગોધન અર્કની બોટલ ખરીદી લે અને દરરોજ સવારે ખાલી પેટે પાંચ ઢાંકણ દિવ્ય ગોધન અર્ક અને 10 ઢાંકણ પાણી ભેળવીને સેવન કરે.  તેના અડધા કલાક સુધી કઈ જ ના ખાવું પીવું. તો તેમને કોરોના સંક્ર્મણ સ્પર્શી પણ નથી શકતું.

Niraj Patel