કોઈપણ દેશમાં ત્યાના બાળકો જ તે દેશનું ભાવિ હોય છે અને જે દેશની યુવાન પેઢી સમજદાર અને તંદુરસ્ત છે તે દેશનો વિકાસ ભવિષ્યમાં નિશ્ચિંત છે, અને વિશ્વના દરેક દેશ ઇચ્છે છે કે તેમના દેશના નાગરિકો અને તે દેશના બાળકો રાષ્ટ્ર નિર્માણમાં વધુ અને વધુ ફાળો આપે. અને આ ત્યારે જ શક્ય બને છે જયારે યુવાન પેઢી અને બાળકો ટેક્નોલોજી સાથે જોડાય છે.
ટેક્નોલોજી અને નવી શોધોમાં સ્માર્ટ ફોન્સ એક એવી શોધ છે કે જેનાથી કોઈ પણ બચીને નથી રહી શક્યું. નાનાથી માંડીને મોટા સુધીના બધા જ લોકોના દિવસની શરૂઆત પણ સ્માર્ટ ફોનથી થાય છે અને દિવસનો અંત પણ સ્માર્ટફોનથી થાય છે. આખા દિવસમાં વ્યક્તિ સૌથી વધુ સમય પોતાના ફોન સાથે વિતાવે છે. અને આ એક દુઃખદ સત્ય છે. કારણ કે આપણે ફોનમાંથી બહાર જ નથી આવતા અને લોકો એકબીજાથી વધુ દૂર થઇ રહયા છે.

ત્યારે ખાસ કરીને આજકાલ બાળકો પણ ફોન વિના દિવસ વિતાવી નથી શકતા, અને સૌથી વધુ સમય ફોન સામે જ બરબાદ કરે છે. જેને કારણે બાળકો પર ફોનનો દુષ્પ્રભાવ પણ પડે છે. અને કયારેક કયારેક આ જ આપણી બરબાદીનું કારણ પણ બને છે.
જો આપણે આપણા બાળકોને ખુશી કેવી રીતે આપવી એ પણ જાણીએ છીએ, સાથે સાથે જો આપણે આપણા બાળકોને થોડું ધ્યાન આપીએ, તો ચોક્કસપણે આપણે આપણા બાળકોને ભવિષ્ય માટે એક સારા નાગરિક બનાવી શકીશું, તેથી આજે આ લેખના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ કે બાળકોને મોબાઇલ સ્માર્ટફોનના જોખમોથી કેવી રીતે બચાવી શકાય છે. તો જાણો એની સાત ટિપ્સ.

1. જ્યારે આપણે સૌ પ્રથમ આપણાં બાળકને ફોન આપીએ છીએ ત્યારે બાળકો જે રીતે મોબાઈલ ફોન ઓપરેટ કરે છે એ જોઈને આપણને ખુશી થાય છે. અને વિચારીએ છીએ કે આપણું બાળક ખૂબ જ સ્માર્ટ છે, પરંતુ જ્યારે આપણે બાળકો પર અતિશય કામના કારણો પર ધ્યાન આપતા નથી અને આ આપણી નાની એવી ભૂલ બાળકોની ખરાબ આદતનું કારણ બની જાય છે જેની સીધી અસર બાળકોની શિક્ષણ અને સ્વાસ્થ્ય પર પડે છે, તેથી આપણે બધાએ આપણા બાળકોની નિયમિતતા પર ધ્યાન આપવું જોઈએ અને જો તમારું બાળક ફોનમાં વધારે સમય માટે વ્યસ્ત રહે છે, તો તમારે તેનું ધ્યાન ફોનની જગ્યાએ બીજી વસ્તુઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
2. દિવસની સરખામણીમાં રાતના સ્માર્ટફોનમાંથી બહાર આવતી પ્રકાશનું રેડિયેશન આંખોને સીધી અસર કરે છે, તેથી બાળકોને રાત્રે અંધારામાં મોબાઇલ ચલાવવાથી દૂર રાખવું જોઈએ.
3. જ્યારે બાળકો સ્માર્ટફોનથી કનેક્ટ થાય છે, ત્યારે તેઓને ફોન કે મોબાઈલ વગર ક્યાંય સારું નથી લાગતું. ત્યારે આ પરિસ્થિતિમાં તેમના પર ગુસ્સો કરવાને બદલે, તેમની સાથે થોડી રમતો અને અન્ય પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવો જોઈએ જેથી બાળકનું ધ્યાન મોબાઈલથી દૂર થઈ શકે.

4. બાળકોને ક્યારેય ખોટા વાયદા આપવા જોઈએ નહીં, ઘણીવાર એવું જોવામાં આવે છે કે માતાપિતા તેમના બાળકોને કહે છે કે તમે ઝડપથી તેમના હોમવર્ક પૂર્ણ કરી નાખો એટ્લે પછી તેઓ સ્માર્ટફોન ચલાવવા માટે તમે તેને આપશો. પછી આવા કિસ્સામાં બધા બાળકોનું એક ધ્યાન હોય છે સ્માર્ટફોન. આના કારણે બાળકો ઝડપથી તેમનો અભ્યાસ પૂર્ણ કરે છે, પરંતુ જો હવે બાળકોને સ્માર્ટફોન ન મળે તો તેઓને તેમના માતાપિતા પ્રત્યે નકારાત્મક લાગણી થશે. બાળકોનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ બાળકો તેમના માતાપિતા પરથી વિશ્વાસ ગુમાવતાં જશે. માટે માતાપિતાએ તેમના બાળકો પાસે આવા વાયદા કરવાનું ટાળવું જોઈએ અને જો તેઓ તેમના બાળકોને ચોક્કસ સમયે આપવાનું કહ્યું છે તો તેમણે આપવું જ જોઈએ. જેથે બાળકનો વિશ્વાસ માતા પિતા પ્રત્યે બની રહે.

5. માતા-પિતાએ મોબાઇલ ફોનને લઈને બાળકોને ક્યારેય મારવા ન જોઈએ, કેમકે આવું કરવાથી બાળકોને માતા પિતા પ્રત્યે નકારાત્મક ભાવના જન્મે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ માતા પિતાએ બાળકોની સાથે લાગણીથી જોડાઈને સમય પસાર કરવો જોઈએ. અને બાળકો સાથે વાતચીત અને ખેલકૂદમાં સમય પસાર કરવો જોઈએ. આમ કરવાથી બાળકોને માતા પિતા પ્રત્યે વિશ્વાસમાં વધારો થશે.
6. ક્યારેક બાળકને મોબાઇલ ફોન ચલાવવાની પરવાનગી આપવી જોઈએ નહીં, કારણ કે મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારા બાળકને ખોટી વેબસાઇટનો શિકાર બનવાનો ભય રહે છે. આવા સમયે તમારે તમારું બાળક મોબાઇલમાં શું શું કરી રહ્યો છે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો તે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યો છે તો તમે બ્રાઉઝિંગ હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો.

7. બાળકો હૃદયથી ખૂબ જ નરમ અને કોમલ હોય છે અને તેના પર કોઈ પ્રકારનો ગુસ્સો તેમને તોડી નાખે છે. તમારા બાળકને હંમેશાં વાંચન અને લેખન કરતું રહે અને સાથે સાથે મોબાઈલથી દૂર રહે તેના માટે તમારે તેને સાથ આપવો જોઈએ. તમારે પણ તમારા બાળકોના વાંચન લેખનમાં સાથ આપવો જોઈએ.
જો આપણે આપણા બાળકોની નાની બાબતો પર ધ્યાન આપીએ, તો ખાતરીપૂર્વક તમે તમારા બાળકનું ભવિષ્ય સારું બનાવી શકો છો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks