જાણવા જેવું

બાળકોને કયા માધ્યમમાં ભણાવવા જોઈએ? એક સમજવા જેવો લેખ!!! આજના Modern પેરેન્ટસ માટે…

આજકાલ ભાગ્યે જ કોઈ માતા પિતા હશે જે પોતાના બાળકને ગુજરાતી કે હિન્દી મીડીયમમાં ભણવા માટે મુકતા હશે. બધા જ આજે લાગી પડ્યા છે પોતાના બાળકોને ઈંગ્લીશ બોલતા અને લખતા શીખવાડવા માટે. આમ તો બધા જ માતાપિતા પોતાના બાળકના સારા ભવિષ્ય માટે તેમનાથી બનતા પ્રયત્ન કરતા હોય છે. તેમના માટે સારામાં સારું ભણવાનું અને બીજી સુવિધાઓ પણ પૂરી પાડવા માટે ઘણી મહેનત કરતા હોય છે. પણ જયારે બાળકોને સારી અને પ્રખ્યાત ઈંગ્લીશ સ્કુલમાં ભણાવ્યા છતાં પણ જયારે તેમને જોઈતું પરિણામ નથી મળતું ત્યારે તેઓ નિરાશ થઇ જાય છે.

Image Source

જયારે તમારા ઘરમાં તમે ગુજરાતી કે હિન્દી ભાષામાં વાત કરતા હોવ અને તમે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકો ત્યારે સૌથી પહેલા તો એ જ સમસ્યા ઉભી થાય છે કે તમે પોતાના બાળકને ઘરે ભણાવી શકતા નથી કારણ કે તમને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન નથી હોતું. બીજી સમસ્યા એ ઉભી થાય છે કે બાળક ઘરે ગુજરાતી કે હિન્દી ભાષામાં વાત કરતુ હોય અને શાળામાં તેને અંગ્રેજીમાં ભણાવવામાં આવતું હોય ત્યારે બાળક જલ્દીથી શીખી શકતું નથી. બાળકોનું માનસ કોમળ હોય છે એને તેમના મગજ પર આ વસ્તુઓની વિપરીત અસર થાય છે. તેઓ નથી પોતાની માતૃભાષા વ્યવસ્થિત રીતે શીખી શકતા કે નથી અંગ્રેજી વ્યવસ્થિત રીતે શીખી શકતા.

Image Source

આ વાતનું એક ઉદાહરણ આપું. મારો જ એક મિત્ર આવી સમસ્યામાંથી પસાર થઇ ચુક્યો છે. તેના ઘરમાં બધા જ ગુજરાતી ભાષામાં વાત કરે જયારે તેના વાલીઓએ તેને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યો. આ પછી શરૂઆતમાં ધોરણ 4 સુધી તો એ માંડમાંડ પાસ થયો કારણ ઘરે કોઈને પણ અંગ્રેજી આવડતું ન હતું, જેથી કોઈ પણ તેના અભ્યાસ પર ધ્યાન આપી શકતું ન હતું. પણ પછી એ પાંચમા ધોરણમાં નાપાસ જ થયો અને માતાપિતાએ તેને હવે ગુજરાતી માધ્યમની શાળામાં ભણવા મોકલ્યો.

Image Source

બાળકોને જો તમે સારું અને સાચું શિક્ષણ આપવા માંગો છો તો તમારે બાળકોને હંમેશા એ જ ભાષાની શાળામાં મુકવા જોઈએ જે ભાષા તમારા ઘરમાં કે તેની સાથે રમતા મિત્રો વાપરતા હોય. આનાથી તમને ફાયદો એ થશે કે એક તો બાળક જલ્દીથી જે તે ભણવાનું શીખવા લાગશે. તેને કશું પણ સમજતા અને શીખતા બહુ સમય થશે નહિ. હવે તમને એક કિસ્સો જણાવું. અમારી પડોશમાં એક કપલ તેમના માતા પિતા સાથે રહે છે તેમની એક દિકરી છે 6 વર્ષની. તેમણે એ બાળકીને ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણવા મૂકી પણ તેના ઘરમાં બધા ગુજરાતીમાં જ વાતો કરતા હોય છે અને તેની સાથે રમવાવાળા બાળકો પણ ગુજરાતી જ બોલતા હોય છે હવે જયારે જયારે એ બાળકી સ્કુલથી આવે ત્યારે દરરોજ માતા તેને સ્કુલમાં શું ભણાવ્યું એ પૂછે અને પેલી બાળકી ખુશી ખુશી બધા જવાબ આપે હવે વાત આવે છે અમુક સ્પેલિંગ અને તેના મતલબ વિષે. જયારે તેને near કે take, give વગેરે જેવા શબ્દો શીખવા માટે ઘણો સમય લાગ્યો. હવે સ્પેલિંગ તો આવડી ગયા પણ તેનો ઉપયોગ ક્યારે કરવો અને કેવીરીતે એ શીખતા તો એ બાળકીને ઘણો સમય લાગશે.

Image Source

હવે એક કામ કરીએ આપણે જયારે બાળકોને એમ સમજાવીએ કે જયારે આપણે નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે વાત કરીએ તો ત્યારે near શબ્દનો ઉપયોગ કરવો અને જયારે આપણે કોઈ પાસેથી કોઈ વસ્તુ માંગીએ કે જોઈતી હોય ત્યારે give શબ્દ વપરાય. આમ જો કોઈ બાળકને સમજાવવામાં આવે તો તેને તરત જ આ વાત અને એ શબ્દનો ઉપયોગ સમજાઈ જશે તમે જાતે એકવાર પ્રયત્ન કરી જુઓ અને પછી જણાવજો કે ખરેખર એ બાળક કેવી રીતે જલ્દી શીખે છે.

Image Source

આજકાલ માતા પિતા બાળકોને ઈંગ્લીશ સ્કુલમાં એટલે ભણાવતા હોય છે કે તેઓ જયારે આગળ કોઈ બીજી કે સારી જગ્યાએ ભણવા જાય તો તેમના બાળકોને શરમ ના અનુભવાય. આજે ધારો કે તમારું બાળક તમે ગુજરાતી શાળામાં ભણાવવા મુક્યું અને પછી કોઈ પ્રસંગોપાત તમને કોઈ મળે અને પૂછે કે તમારું બાળક કઈ સ્કુલમાં જાય છે તો તમને એવું કહેવામાં શરમ આવે છે કે તમારું બાળક એ ગુજરાતી સ્કુલમાં જાય છે. આમ જુઓ તો આપણે આપણા બાળકોને બીજા લોકોને સારું લગાડવા અને સારું દેખાડવા માટે જ લોકોને દેખાડો કરવા જ આપણે આપણા બાળકોના નાજુક ખભા પર આ ઈંગ્લીશ સ્કુલમાં જવાનો ભાર મુકીએ છીએ શું તમે ક્યારેય પ્રયત્ન કર્યો છે તમારા બાળકને પૂછવાનો કે તેને શું ગમે છે તેને આ ભણવાનું ફાવે છે કે નહિ તેને તેના શિક્ષક જે શીખવાડે છે તેમાં સમજ પડે છે કે નહિ. જો ના તો આજે જ તેમને આ સવાલ કરો અને જાણો કે તમારું બાળક શું ઈચ્છે છે.

Image Source

બીજું કશું ના કરી શકો તો એક તારણ તો તમે કાઢી જ શકો. તમારી આસપાસ સોસાયટીમાં કે પછી તમારા સગા વ્હાલામાં કોઈ મોટા અધિકારી પદ પર કે પછી સારી કંપનીમાં નોકરી કરતો હોય તો તેઓ ૧૨ ધોરણ સુધી કયા માધ્યમમાં ભણેલા છે એ તપાસ કરજો. અરે બીજું કશું ના કરી શકો તો તમે તમારી પોતાની સ્થિતિ ચેક કરો તમે તમારા કાર્યક્ષેત્રની શરૂઆતમાં ક્યાં હતા અને આજે કયા મુકામ પર છો. જો બાળકો ખુલ્લા મનથી ભણશે, શીખશે તો તેઓ પોતાના જીવનમાં કોઈપણ સમસ્યાથી ડરશે નહિ. હવે તમે જ નક્કી કરો કે બાળકોને કેવી રીતે ભણાવવા અને તેમની પર ભણવાનું કેટલું ભારણ આપવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks