મનોરંજન

પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતા સાથે અફેરની ખબરને લઈને ચિંતામાં હતી બાલિકા વધુની આનંદી, આજે દેખાય છે આવી

સીરિયલમાં જે અભિનેતાની બની હતી પત્ની તેને જ રિયલ લાઈફમાં કર્યું ડેટિંગ? અભિનેત્રીનો હાલ આવો છે લૂક

ટીવી ઉપર ઘણી ધારાવાહિક આવતી હોય છે  જેમાંથી કેટલીક ધારાવાહિક ઘર દરેક ઘરની ઓળખ બની જાય છે, એવી જ એક ધારાવાહિક “બાલિકા વધુ” પણ ઘર ઘરની ઓળખ બની ગઈ હતી.

આ ધારાવાહિકમાં એક પાત્ર હતું, આનંદીનું તે પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. આ પાત્ર નિભાવ્યું હતું અભિનેત્રી અવિકા ગૌર દ્વારા, જેને આ 1 વર્ષની ઉંમરથી જ બાલિકા વધુમાં કામ મળી ગયું હતું, અને આજે તે 23 વર્ષની થઇ ગઈ છે.

પરંતુ તેની કીર્તિ દિવસેને દિવસે વધી રહી છે, પરંતુ એક સમયે તે પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતા સાથેના અફેરને લઈને ચર્ચામાં પણ આવી હતી. અવિકાનો જન્મ 30 જુલાઈ 1997ના રોજ મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પિતા સમીર ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્શ્યોરન્સ એજન્ટ હતા તો તેની માતા ચેતના ગૃહિણી હતી. અવિકા મુંબઈની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છે.

અવિકા બાળપણથી જ ફેશન શોમાં ભાગ લેતી હતી, વર્ષ 2007માં લેકમે ફેશન વીક દરમિયાન તેને બાળકોની બ્રાન્ડ જિન અને જોની માટે બેસ્ડ મોડેલનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. એ સમયે તેની ઉંમર ફક્ત 10 વર્ષની જ હતી.

વર્ષ 2008માં તેને કલર્સના લોકપ્રિય શો ‘બાલિકા વધુ’થી નાના પડદા ઉપર પગ મૂક્યો હતો. તે સતત બે વર્ષ સુધી આ શોનો ભાગ રહી હતી અને તે પ્રેક્ષકોમાં ઘણી લોકપ્રિય હતી.

આ પહેલા 2008માં, અવિકાએ ‘રાજકુમાર આર્યન’, ‘મેરી આવાઝ કો મિલ ગઈ રોશની’, ‘કરમ અપના અપના’, ‘શ્શ્શ્સ … ફિર કોઈ હે’ અને ‘ચલતી કા નામ ગાડી’માં નાની ભૂમિકાઓ ભજવી હતી.

આ ધરાવહિક પછી અવિકાને વર્ષ 2011 માં ‘સસુરલ સિમર કા’માં કામ કરવાની તક મળી હતી. આમાં તેણે રોલીની ભૂમિકા ભજવી હતી, જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ ધરાવહિકમાં અવિકાએ 14 વર્ષની ઉંમરે એક પરિણીત મહિલાની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેનો પતિ મનીષ રાયસિંગાની બતાવવામાં આવ્યો હતો. આ શોની અંદર 2 વર્ષ કામ કર્યા પછી, અવિકા અને મનીષની ડેટિંગના સમાચાર આવવા લાગ્યા.

તે સમયે અવિકા 16 વર્ષની હતી, જ્યારે મનીષ 34 વર્ષનો હતો. એક ઇન્ટરવ્યુમાં અવિકાએ કહ્યું હતું કે હું અને મનીષ સારા મિત્રો છે અને લોકો અમારા વિષે શું કહે છે તેની અમને કોઈ ચિંતા નથી.

અવિકાના જણાવ્યા પ્રમાણે “ના માત્ર અમારા અફેરના સમાચારો જ ફેલાયા છે, પરંતુ એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે અમારા બે બાળકો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેમને છુપાવી રાખ્યા છે. આવા સમાચારોથી હું માનસિક અને શારીરિક રીતે બીમાર થઈ ગઈ હતી.”

અવિકાના જણાવ્યા પ્રમાણે: “શરૂઆતમાં આ અફવાઓએ ધ્યાન આકર્ષિત કર્યું હતું. એટલા સુધી કે અમે તેના કારણે એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. અમે એકબીજાને ટાળવાનું શરૂ કર્યું. પરંતુ લોકોએ અમારો સંપર્ક કરવાનું બંધ કર્યું નહીં. આ પછી અમે ફરીથી મિત્રો બનવાનું નક્કી કર્યું. અમારી પાસે કોઈપણ પ્રકારના રોમાન્ટિક આકર્ષણ નથી.”

અવિકાએ ધારાવાહિક સિવાય પણ ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું છે, બોલીવુડમાં તેને કોઈ મોટી ફિલ્મ નથી કરી પરંતુ કેટલીક ફિલ્મોમાં નાના અભિનયમાં જોવા મળી છે. અવિકાએ વર્ષ 2013થી તેલુગુ ફિલ્મોમાં પણ પોતાના અભિનયની શરૂઆત કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by (@avikagor) on

અવિકા ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે.