ખબર

જો તમારા માથે વાળ ના હોય તો આ લેખ અવશ્ય વાંચજો, ક્યાંક તમારા માથે પણ કોરોના સંક્ર્મણનો ખતરો ના આવી જાય

આર્ટિકલ વાંચો એ પહેલા જ જણાવી દઈએ કે આ કોઈ ફેક ન્યુઝ નથી તમને આ તમામ માહિતી ગુગલ દ્વારા પણ મળી જશે. હાલ દેશમાં કોરોનાનો આંકડા 236,657 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોનના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. આ વચ્ચે હાલમાં જ એક મહત્વપૂર્ણ ખુલાસા રવામાં આવ્યો છે. રિસર્ચર કાર્લોસ વેમ્બિયરનું કહેવું છે કે, ટાલિયાપણુંથી સંક્રમણ વધારે ગંભીર થવાનું રિસ્ક ફેક્ટર છે.

Image source

નોંધનીય છે કે જાન્યુઆરીમાં ચીનના વુહાનમાં કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી, આવા સંશોધન થયા કે આ રોગચાળાથી મૃત્યુનું જોખમ સ્ત્રીઓ કરતાં પુરુષો માટે વધારે છે. હાલમાં જ થયેલા સંશોધન મુજબ ટાલિયા પુરુષોમાં કોરોના વાઈરસનું ગંભીર સંક્રમણનું જોખમ વધારે છે. આ દાવો અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે.

Image source

સ્પેનમાં કરવામાં સંશોધક પ્રમાણે 41 કોરોનાના દર્દીઓ પર કરેલા રિસર્ચમાં 71 ટકા દર્દીઓ ટાલિયા હતા. તો બીજી બાજુ અમેરિકન એકેડમી ઓફ ડર્મેતોલોજીમાં પબ્લિશ થયેલી સ્ટડી પ્રમાણે, 122 પરુષો પર થયેલા રિસર્ચમાં 79 ટકા કોરોના દર્દી ટાલિયા હતા.

Image Source

રિસર્ચરે કહ્યું કે, મેલ સેક્સ હોર્મોન એન્ડ્રોજન ટાલ પડવી અને કોરોનાના ગંભીર ચેપ વચ્ચે વિશેષ સંબંધ છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે પુરુષોના સેક્સ હોર્મોન એંડ્રોજન ચેપ લાગવાની કોરોના વાયરસની ક્ષમતામાં વધારો કરી શકે છે. આ હોર્મોનને લીધે, પુરુષોમાં ડ્રગની અસર ઓછી થઈ રહી છે અને દર્દીઓ ગંભીર રીતે બીમાર પડે છે. આવા દર્દીઓની રિકવર થવામાં પણ વધુ સમય લાગે છે.

Image Source

સંશોધક કાર્લોસે કહ્યું કે, એન્ડ્રોજન હોર્મોન કોરોનાની કોશિકાને ચેપી કરવાનો એક મહત્ત્વનો ગેટવે હોઈ શકે છે. બીજા શોધકર્તાએ કહ્યું કે, આ ટોપિક પર હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે જેથી અન્ય માહિતી સામે આવે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.