ફિલ્મી દુનિયા

ઇન્ડસ્ટ્રીઝને લાગ્યો વધુ એક ઝટકો, આ જાણીતા સિંગર કોરોના સામે હારી ગયા

લાગે છે 2020નું વર્ષ ખરાબ રીતે વીતી રહ્યું છે. 2020માં એક બાદ એક દિગ્ગજ કલાકારો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આ વચ્ચે ફરી એક વાર ખરાબ સમાચાર આવ્યા છે. આ જાણિતા સિંગરે આ દુનિયાને અલિવદા કહી દીધું છે.

સિનેમાના અગ્રણી ગાયકો પૈકી એક એક એસ.પી.બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે.  74 વર્ષના ગાયક એસપી બાલાસુબ્રમણ્યમ 5 ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ચેન્નાઈની ‘એમજીએમ હેલ્થકેર’માં દાખલ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jimmy Nomula (@jimmynomula) on

ગાયક બાલાસુબ્રમણ્યમ ઘણા દિવસોથી બીમાર હતો. જોકે તેમની તબિયત ઠીક થઇ ગઈ હતી. પરંતુ ગઈકાલે અચાનક જ તેમની તબિયત વધુ બગડતી ગઈ અને તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આજે બપોરે (શુક્રવાર) ના રોજ સવારે 1 વાગ્યે તેમનું અવસાન થયું છે.

 

View this post on Instagram

 

A post shared by TELUGU BIGGBOSS STARS 🧿 (@telugubiggbossstars) on

હિન્દી, તેલુગુ, મલયાલમ અને તમિલ સહિત લગભગ 16 ભાષાઓમાં 40,000 જેટલા ગીતોને અવાજ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમના મૃત્યુના સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by D BOSS🧿 (@d_boss_fans_karnataka) on

તેમને ગાયન બદલ પદ્મ શ્રી અને પદ્મ ભૂષણ સહિત 40 થી વધુ એવોર્ડ એનાયત કરાયા હતા. મોટાભાગના ફિલ્મી ગીતોમાં અવાજ આપવા બદલ એસપી બાલાસુબ્રમણ્યમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Vamsi Thenakani (@vamsi_thenakani) on

સલમાન ખાન માટે ગીત ગાનાર એસપીનું પૂરું નામ શ્રીપતિ પંડિતારાધ્યુલા બાલાસુબ્રહ્મણ્યમ છે. બાલુના ઉપનામથી લોકપ્રિય હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.