ગુજરાતમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે જો કે આ દરમિયાન અકસ્માત તેમજ મોતની ઘટના સામે આવતી રહે છે, ત્યારે આ દરમિયાન મહીસાગરથી એક દુખદ સમાચાર સામે આવ્યા. બાલાસિનોરમાં 22 વર્ષની યુવતી ગરબા રમીને ઘરે આવી અને સૂઈ ગયા પછી સવારે ઊઠી જ નહિ. જો કે પરિવાર યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો પરંતુ હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી.
હાલ તો પ્રાથમિક અનુમાન પ્રમાણે યુવતીનું મોત ઉંઘમાં હાર્ટ એટેકથી થયુ હોવાનું કહેવામાં રહ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહીસાગરના બાલાસિનોરની 22 વર્ષિય ફાર્માસિસ્ટ ભાર્ગવી ભટ્ટ ભાટવાડા વિસ્તારમાં રહેતી હતી, તે ગરબા રમવા ગઈ હતી અને રમીને ઘરે આવીને સૂઈ ગઈ ને સવારે ઊઠી જ નહીં. પરિવારે તેને ઉઠાડી છતાં ના ઉઠતા પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી. હાલ તો આખા પરિવારમાં શોકનો માહોલ છે.