અજબગજબ ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

એક સમયે ટોકીઝમાં વેંચતા હતા વેફર, આજે છે કરોડોનું સામ્રાજ્ય, જાણો કેવી રીતે બન્યું બાલાજી નમકીનનું વિશ્વસ્તરે નામ

દરેક વ્યક્તિના આગવા સપના હોય છે, ઘણા લોકો પોતાના સપનાને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે અને એક દિવસ સફળતાની ટોચ ઉપર જરૂર પહોંચે છે. આજે એક નામ નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી દરેકને ખબર હશે અને એ નામ છે “બાલાજી નમકીન”. જ્વલ્લેજ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને બાલાજીની કોઈ વસ્તુ અત્યાર સુધી નહિ ખાધી હોય. આજે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ બાલાજી નમકીનનું એક આગવું નામ છે, આજે બાલાજી નમકીન કરોડોનું સામ્રાજ્ય ધરાવે છે. પરંતુ આ સામ્રાજ્ય ખડું કરવા પાછળની મહેનત વિશે ઘણા લોકો અજાણ હશે.

બાલાજી નામકીનના માલિક ચંદુભાઈ વિરાણી એક સફળ બિઝનેસમેન છે જેમને ઘણા સંઘર્ષ બાદ પણ હાર ન માની અને આજે તેઓ 1500 કરોડની કંપનીના માલિક છે. પોતાના ભાઈઓ સાથે શરુ કરેલા બિઝનેસમાં ચંદુભાઈ આજે એમડી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ પાસે કાલાવાડ તાલુકાનાં એક નાનકડા ગામમાં ચંદુભાઈનો જન્મ થયો હતો. પોતે એક ખેડૂત પુત્ર હોવાથી તેમને પણ ખેતીમાં જ ઝંપલાવ્યું અને સાથે તે સમાજ સેવા પણ કરવાનું ચૂકતા નહી, સતત નવું નવું જાણવાની તેમની જિજ્ઞાસા વૃતિને કારણે જ તેઓ સતત વિચારશીલ અને પ્રવૃતિશીલ રહેતા હતા.તેમનું બાળપણ નાનકડા ગામડામાં જ વીત્યું છે.

ખેતીમાં સારી આવક ના થવાના કારણે  ચંદુભાઈના પિતાએ જમીન વેચી દીધી અને એ જમીનના 20 હજાર રૂપિયા તેમને ધંધો કરવા માટે આપ્યા. જેનાથી તમેને ખેતીના સાધનો અને ખાતરનો વ્યવસાય કર્યો, પરંતુ અનુભવ ના હોવાના કારણે આ ધંધામાં તેમને નુકશાની વેઠવી પડી. કોઈએ તેમને નકલી સમાન વેચી દીધો હતો જેના કારણે બધા જ પૈસા તેમાં ડૂબી ગયા.

ગામની અંદર સુકારો પડવાના કારણે તે રાજકોટ ચાલ્યા આવ્યા અને ત્યાં ચંદુભાઈ 10 ધોરણ ભણેલા હોવાના કારણે તેમને એક ટોકીઝની કેન્ટીનમાં નોકરી મળી ગઈ. તેની સાથે તેઓ ફિલ્મોના પોસ્ટર ચીપકાવવાનું પણ કામ કરતા હતા.

ચંદુભાઈની મહેનત અને લગન જોઈને સિનેમા ઘરના માલિકે તેમને અને તેમાં ભાઈઓને કેન્ટીન ચલાવવાનું કામ સોંપી દીધું. ત્રણેય ભાઈઓ મળીને કેન્ટીન ચલાવવા લાગ્યા. કેન્ટીનમાં વેચવા માટે તે એક સપ્લાયર પાસેથી વેફરની ખરીદી કરવા લાગ્યા.

પરંતુ સપ્લાયર તેમને સમય ઉપર વેફર પહોંચાડતા નહીં જેના કારણે ધંધામાં નુકશાન પણ થવા લાગ્યું હતું. ધંધામાં નુકશાનથી બચવા માટે ચંદુભાઈ અને તેમના ભાઈઓએ મળીને રાજકોટમાં એક ઘર ખરીદી લીધું. આ ઘરમાં તેઓએ વેફર બનાવવાનું શરૂ કર્યું.

પરંતુ મુશ્કેલીઓ હજુ તેમનો પીછો છોડી રહી નહોતી. જે વ્યક્તિને વેફર તળવા માટે રાખ્યો હતો તે મહિનાના ઘણા દિવસો સુધી કામ ઉપર ના આવતો, જેના કારણે ચંદુભાઇએ જાતે જ વેફર તળવાની શરૂઆત કરી દીધી.

શરૂઆતમાં તેમને એમાં પણ ફાવટ ના આવી. આખી રાત બેસીને તે વેફર તળતા જેમાંથી ઘણી વેફર ખરાબ પણ થઇ જતી. તેમ છતાં ધીમે ધીમે તો વેફર તળવાનું શીખી ગયા. પોતાના દ્વારા બનાવેલી વેફરને તે ટોકીઝમાં અને બજારમાં પણ કેટલીક દુકાનોમાં પહોચવાતાં હતા.  ધીમે ધીમે તેમને બીજી 3-4 ટોકીઝની કેન્ટીનનો પણ કોન્ટ્રકટ મળી ગયો.

ધીમે ધીમે ચંદુભાઈની વેફરની માંગ બજારમાં વધવા લાગી અને તેમને પ્લાસ્ટિકની થેલીમાં વેફર પેકીંગ કરીને વેચવાનું શરૂ કર્યું. સાથે તેમને થેલી ઉપર “બાલાજી વેફર્સ” પણ લખાવ્યું. રાજકોટના સાંગણવા ચોકમાં વેફર બનાવીને તેને વેચવાની એક દુકાન ખોલી જેમાં વેફર, મગની દાળ, મસાલા વટાણા અને ચણાની દાળ જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. અને તેમના ભાઈ ભીખુભાઇ વિરાણી આ દુકાન સાંભળતા અને તે વેચવા જતાં. આમને આમ તેઓ બને મળીને બાલાજીની કંપનીને વધારે મજબૂત કરીને પાયો જ એટલો મજબૂત બનાવ્યો કે તેમની મહેનતે કે બાલાજીની બીજી પેઢી એટલે કે તેમના દીકરા કેયુર અને મિહિરને ધંધાના ભારની ચિંતા જ ના રહી.

આજે માત્ર ગુજરાત તો ઠીક પણ આખા ભારત અને ભારતની બહાર વિદેશમાં પણ બાલાજીના જ પેકેટની માંગ વધારે છે. હાલની બાલાજીની મજબૂત સ્થિતી જોતાં લાગી રહ્યું છે કે કોઈ મોટામાં મોટી કંપની પણ બાલાજીની સામે ટક્કર ન લઈ શકે. કોઈપણ પ્રકારનું કારકેટિંગ નહી, કે કોઈ મોટી જાહેરાત નહી, ના કોઈ લલચાવનાર સ્કીમ તો પણ આમ જોઈએ તો હાલની બજાર 82% બાલાજીના પેકેટથી જ ભરાયેલ છે.

આ કંપની હાલ રોજના 3500000 બટાકાના વેફરના પેકેટનું મેન્યૂ ફેક્ચરિંગ કરે છે અને સાથે સાથે બીજી નાસ્તાની નમકીન તો બનાવવાની જ, જેમ કે શીંગ ભુજીયા, મસાલા સીંગ, મસાલા વેફર, સાદી વેફર, મોળી વેફર, ટામેટાં વેફર, સેવ મમરા અને બીજી ઘણી બધી નમકીન અને ચવાણા તો ખરા જ. તો ચાલો આજે જાણીએ આ સફળતાનું રહસ્ય.