ગૌશાળા અને ગરીબોમાં દાન કરી અધધધધધધધધધધ કરોડોની સંપત્તિ, પરિવાર સહીત 11 વર્ષનો દીકરો પણ દીક્ષા લેશે

છેલ્લા કેટલાક સમયથી જૈનોમાં દીક્ષાનું ચલણ ખૂબ વધ્યુ છે. નાના નાના છોકરાઓ પણ સંસારનું બધુ સુખ ત્યાગી અને દીક્ષાના માર્ગે એટલે કે સંયમના માર્ગે આગળ વધતા હોય છે. આ સાથે ઘણા પરિવારો એવા પણ છે કે જેઓ બધા જ એકસાથે દીક્ષા લેતા હોય છે. ત્યારે હાલમાં પણ એક પરિવારના 11 વર્ષના પુત્ર સહિત દીક્ષા લેવાના સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના બુલિયન વેપારી પોતાની કરોડોની સંપત્તિ દાનમાં આપીને સંયમના માર્ગે આગળ વધ્યા છે.

22 મેના રોજ તેઓ તેમની પત્ની અને 11 વર્ષના પુત્ર સાથે જયપુરમાં વિધિવત દીક્ષા લેશે. ગુરુ મહેન્દ્ર સાગરજી દ્વારા પ્રેરિત, પરિવારે ગૃહસ્થ સાંસારિક જીવન છોડીને આધ્યાત્મિકતાના માર્ગે જવાનું નક્કી કર્યું છે. દીક્ષા લેતા પહેલા રાકેશ સુરાનાએ તેમની લગભગ 11 કરોડ રૂપિયાની સંપત્તિ ગરીબો અને ગૌશાળાને દાનમાં આપી છે. રાકેશ સુરાનાએ વૈરાગ્યનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેતા જણાવ્યું કે તેમની પત્ની લીના સુરાનાએ બાળપણમાં જ સંયમના માર્ગ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

લીના સુરાનાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અમેરિકાથી કર્યું છે, ત્યારબાદ તેણે બેંગ્લોર યુનિવર્સિટીમાંથી ડિગ્રી લીધી છે. લીના અને રાકેશના પુત્ર અમયનું મન પણ ચાર વર્ષની ઉંમરથી સંયમના માર્ગ પર લાગી ગયુ હતું, પરંતુ નાની ઉંમરના કારણે તે દીક્ષા લઈ શક્યો ન હતો, સાત વર્ષની લાંબી રાહ જોયા બાદ હવે અમય 22 મેના રોજ માતા-પિતા સાથે દીક્ષા લેશે અને હંમેશ માટે સંસાર જીવનનો ત્યાગ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાકેશ સુરાનાની માતાએ 2017માં ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. ત્યાં તેમની બહેને પણ વર્ષ 2008માં દીક્ષા લીધી હતી. માતા અને બહેનની પ્રેરણાથી રાકેશ સુરાના પણ સંયમના માર્ગે ચાલીને દીક્ષા લેવા જઈ રહ્યા છે. રાકેશ સુરાના એક સમયે બાલાઘાટ જિલ્લામાં સોના-ચાંદીની નાની દુકાન ધરાવતા હતા, પરંતુ હાલમાં તેમનો કરોડોનો બિઝનેસ છે.

તેમણે બુલિયન સેક્ટરમાં નામ અને ખ્યાતિ બંને હાંસિલ કર્યા છે. જ્યાં આજના યુગમાં લોકો પૈસાની આંધળી દોડમાં દોડી રહ્યા છે ત્યાં રાકેશ સુરાનાએ પોતાની કરોડોની સંપત્તિ ગરીબો અને ગૌશાળાને દાનમાં આપી છે.

Shah Jina