ઓફિસરે ખોયો તેનો પિત્તો : કોરોના સંક્રમણથી મોત બાદ પરિજને મૃતદેહ માંગ્યો તો ઓફિસરે થપ્પડ મારીને ભગાવ્યો, સફાઇમાં કહ્યુ- બદસલૂકી કરી રહ્યા હતા એટલે ગુસ્સો આવી ગયો

કોરોના કાળમાં ઓફિસરો તેમના ગુસ્સા પર કાબૂ રાખી શકતા નથી. લાંજી ક્ષેત્રમાં એક યુવકના પરિજનની કોરોના સંક્રમણને કારણે મોત થઇ ગઇ. તે ઇચ્છતો હતો કે અંતિમ સંસ્કાર માટે લાશ આપવામાં આવે. ઓફિસરોએ કોરોના પ્રોટોકોલને કારણે અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી. એવામાં યુવકે બદસલૂકી કરી અને એક ઓફિસરે તેને થપ્પજ મારીને ભગાડી દીધો.

આ મામલો મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના લાંજીનો છે. અહીંની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિની કોરોનાને કારણે મોત થઇ ગઇ. પરિજનોને કોરોના પ્રોટોકોલની જાણકારી ન હતી, તે હોસ્પિટલ મૃતદેહ લેવા પહોંચ્યા અને તેની જીદ કરવા લાગ્યા. હોસ્પિટલે કહ્યુ કે અંતિમ સંસ્કાર પ્રશાસન કરશે. આ વાત પર ઘણી ચર્ચા થઇ ગઇ અને CMOએ તેમનો પિત્તો ખોયો અને યુવકને થપ્પડ માર્યા અને ઘણી ગાળો પણ આપી.

મારપીટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને લોકો CMOને સસ્પેંડ કરવાની માંગ પણ કરી રહ્યા છે. જો કે, CMOએ તેમની ભૂલ માની અને તેમણે આ પર કહ્યુ કે તેઓ ગુસ્સામાં પોતાને કંટ્રોલ ન કરી શક્યા. તેમણે આરોપ લગાવતા કહ્યુ કે, યુવક સતત ગાળો બોલી રહ્યો હતો અને હંગાામો પણ કરી રહ્યો હતો.

Shah Jina