કહેવાય છે કે જીવતો હાથી લાખનો અને મરેલો સાવ લાખનો. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે એક બકરી મર્યા બાદ રૂપિયા 2.68 કરોડમાં પડી શકે છે ? તમને માનવામાં નહીં આવે પણ આ એક હકીકત છે.

આ ઘટના ઓરિસ્સાની છે. ઓરિસ્સામાં એક કંપનીના ડમ્પર અડફેટે બકરીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. જેના મૃત્યુ બાદ કંપનીને રૂપિયા 2.68 કરોડની ખોટ આવી હતી. આ કંપની ઉપરાંત ભારત સરકારને પણ રૂ.46 લાખની ખોટ આવી છે.

ઓરિસ્સમાં આવેલી મહાનદી કોલ્ડફિલ્ડ્સ લિમિટેડ (MCL) ના એક ડમ્પર દ્વારા એક બકરીને રસ્તામાં ટક્કરમાં મારતા આ આખો મામલો ગરમાયો હતો. ગામવાળા તરફથી બકરીના મૃત્યુ બાદ 60000 માંગવામાં આવ્યા અને આ માટે પાડોશી ગામના લોકોએ MCLમાં સવારે 11 વાગે કામ પણ બંધ કરી દીધું. ત્યારબાદ આ મામલો વધુ ગરમાતાં પોલીસને પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને સમજાવતો બાદ બપોરે 2.30 વાગે ફરી કામ શરૂ થયું હતું. આ બંધ સમય દરમિયાન કંપનીને રૂ.2.68 કરોડનું નુકશાન આવ્યું તેમજ સરકારી ખજાનાને પણ રૂ.46 લાખનું નુકશાન થયું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.