પનીર એક એવી સામગ્રી છે જેને બનાવવી સહેલી અને ખાવા માં સૌથી સ્વાદિષ્ટ માનવા માં આવે છે. પનીર ને તમે સ્નેક્સમાં પણ સમાવિષ્ટ કરી શકો છો. પનીર એક પ્રકાર નું ફ્રેશ ચીઝ છે જે સૌથી વધારે સાઉથ ઇંડિયન ડિશ માં વાપરવા માં આવે છે. તો ઉત્તર ભારત માં પણ સૌથી વધુ પસંદ છે.
જો તમે પોતાના ઘરે પનીર બનાવવા ઇચ્છતા હો તો દૂધ માં લીંબુ નો રસ,, છાલ કે સાઈટ્રિક એસિડ નાખી ને બનાવી શકો છો. દૂધ થી બનેલી આ સામગ્રી માં કેલ્શિયમ ઘણું હોય છે. પનીર માથી કોઈપણ સબ્જી બનાવી શકો છો. આ સિવાય જો તમે કોઈ ડ્રિંક ની સાથે તેને પીરસવા નું વિચારી રહ્યા હોય તો ગ્રીલ પનીર, કે રોસ્ટ પનીર ને પીરસી શકો છો.
પનીર બેક્ડ વેજ માટે ની સામગ્રી
- ગાજર – 1 મોટો કપ (ટુકડા કરેલા)
- ફ્રેંચ બીન્સ – 120 ગ્રામ (1 કપ)
- કોબી – 1 કપ (120 ગ્રામ)
- સ્વીટ કોર્ન – ½ કપ
- લીલા વટાણા – ½ કપ
- મશરૂમ – 4 થી 5 (1 કપ)
- પનીર – 100 ગ્રામ
- કાજુ – 10 થી 12
- માખણ – 1 મોટો ચમચો
- મીઠું – સ્વાદા અનુસાર
- મરી – તાજી (ઝીણી કરેલી, સ્વાદ અનુસાર)
- ગરમ મસાલો – ¼ નાની ચમચી
સફેદ સોસ માટે
- માખણ – 2 મોટા ચમચા
- મેંદો – 2 મોટા ચમચા
- દૂધ – 2 કપ
- મીઠું – સ્વાદ અનુસા
- મરી – સ્વાદ અનુસાર
બેક કરવા માટે
- 1.5 લિટર/9 ઈંચ બેકિંગ ડિશ
- ખમણેલું ચીઝ – ¾ કપ
- બ્રેડ ક્રમ્સ – ½ કપ
બેક્ડ વેજ બનાવવા માટે ની રીત
• સૌ પ્રથમ ઓવન ને 350’ F પર ગરમ કરી લો.
• લગભગ 1.5 લિટર/9 ઈંચ ની બેકિંગ ડિશ માં થોડું માખણ લગાવી ચીકણી કરી અને તેને અલગ મૂકી દો.
• મશરૂમ ને ધોઈ કોઈ સાફ કપડાં થી લૂછી લો, હવે તેને અડધા ઈંચ ના ટુકડા માં સમારી લો, અને પનીર ને પણ અડધા ઈંચ ના માપ માં સમારી લો.
• ગાજર ની છાલ કાઢી તેને ધોઈ નાખો, પછી તેને અડધા ઈંચ ના માપ માં સમારી લો.
• ફ્રેંસ બીન્સ ની બંને બાજુ થી કિનાર ને કાઢી નાખો, જો કોઈ તાર હોય તો તેને પણ સાફ કરી લો. હવે ફ્રેંચ બીન્સ ને ધોઈ નાખો, તેને પણ અડધા ઈંચ ના ટુકડા માં સમારી લો.
• કોબી ને પણ ધોઈ તેને પણ અડધા ઈંચ ના માપ માં સમારી લો. સ્વીટ કોર્ન અને વટાણા ને ધોઈ ને અલગ થી મૂકી દો. ‘
• એક વાસણ માં લગભગ 2 કપ પાણી ગરમ કરો, પછી તેમાં મીઠું નાખી દો અને 2 ચપટી ખાંડ નાખી દો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ફ્રેંચ બીન્સ, ગાજર, કોબી ને બે ત્રણ મિનિટ માટે ઉકળવા દો, હવે બધી સબ્જી ને એક ચાયણી માં ગાળી લો. અહી એ વાત નું ધ્યાન રાખો ને બધી સબ્જી બહુ વધારે પડતી ચડી ના જાય, કારણ કે હજી તેને બેક માં ચડવા દેવા ની છે,
• હવે એક નોન સ્ટીક નું વાસણ લો તેને મધ્યમ તાપે એક મોટો ચમચો માખણ નાખી ને ગરમ થવા માટે મૂકી દો, હવે તેમાં કાજુ નાખો અને તેને 30 સેકન્ડ માટે તળી લો, પછી પનીર ના ટુકડા નાખો દો, અને પનીર ને લગભગ 1 થી 2 મિનિટ માટે તળી લો. ત્યાર બાદ તેમાં મશરૂમ નાખો અને 1 મિનિટ માટે તળી લો.
• હવે તેમાં ઉકાળેલી બધી સબ્જી, લીલા વટાણા અને સ્વીટ કોર્ન નાખી દો, સ્વાદ અનુસાર મીઠું નાખી દો, પછી મેંદો નાખો, અને ગરમ મસાલો નાખી દો, હળવા હાથે હલાવો અને ગેસ બંધ કરી દો.
સફેદ સોસ બનાવવા માટે રીત
• હવે એક નોન સ્ટીક ના વાસણ માં માખણ નાખી તેને ગરમ કરવા મૂકી દો, ત્યાર બાદ તેમાં મેંદો નાખો અને શેકો, અહી મેંદા શેકવા થી સુગંધ આવશે પણ મેંદા ને લાલ ના થવા દેતા. આથી 1 થી 2 મિનિટ માટે શેકી લો.
• હવે થોડા ગરમ દૂધ ને મેંદા માં નાખતા રહો અને હલાવતા રહો. ધ્યાન રાખો કે સોસ માં ગોળીઓ ના વળે.
• હવે જ્યારે બધુ દૂધ સોસ માં નખાય જાય ત્યાર પછી 1 થી 2 મિનિટ માટે ગેસ ને રાખી બંધ કરી દો. સોસ ને સતત હલાવતા રહો, જેથી કરી ને સોસ માં મલાઈ ના વળે.
• હવે સફેદ સોસ માં બધી સબ્જી, પનીર, અને મશરૂમ નાખી દો. પછી તેમાં મીઠું, મરી પણ નાખો. તમે ઈચ્છો તો તેમાં ચપટી ગરમ મસાલો પણ નાખી શકો છો. આ બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી દો.
• હવે પહેલે થી ચીકણી કરેલી ડિશ માં સફેદ સોસ માં નાખેલી સબ્જી ને નાખો.
• તેની ઉપર ચીઝ ની એક પરત બનાવો, પછી ચીઝ ની ઉપર બ્રેડ ક્રબ્સ નાખો.
• પહેલે થી ગરમ કરેલા ઓવન માં તેને લગભગ 30 થી 35 મિનિટ માટે બેક કરી દો. જો તમને થોડી વધારે લાલ બેક્ડ વેજ પસંદ હોય તો વધારે બેક કરી શકો છો.
• બેક્ડ વેજ બની ને તૈયાર છે પીરસવા માટે, જેને તમે ભારતીય વ્યંજન સાથે જેમ કે દાળ, નાન, કોફ્તા, રાઈસ, સૂપ, બ્રેડ અને વિદેશી ભોજન સાથે પણ ખાઈ શકો છો. આમ તો આ વાનગી એટલી સ્વાદિષ્ટ છે કે તેની સાથે બીજી કોઈ વાનગી ની જરૂર જ નથી.
માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ