રામ રાખે એને કોણ ચાખે ? આખી રાત નહેરની અંદર તણાતો કપિરાજ હનુમાનજીની પ્રતિમાને વળગીને બેસી રહ્યો, લોકોએ કહ્યું “સંક્ટમોચને બચાવ્યો જીવ !”

નહેરમાં તણાઈને આવ્યો કપિરાજ, જીવ બચવા માટે આવ્યા સાક્ષાત હનુમાન દાદા સામે,  કડકડતી ઠંડીમાં 24 કલાક સુધી.. જુઓ વીડિયો

આપણે એક કહેવત સાંભળી હશે કે ડૂબતાને તણખલાનો સહારો, આવી કહેવત ઘણીવાર હકીકતમાં પણ સાચી પડતી જોવા મળે છે. ઘ્નાયરવ આપણે જોયું છે કે કોઈ વ્યક્તિ જયારે સંકટમાં ફસાઈ ગયું હોય કે મોતના મુખમાં જવાનું હોય ત્યારે જ તેને કોઈ સહારો મળી જતો હોય છે અને ઘણીવાર નેનો એવો સહારો પણ માણસના જીવ બચાવી લે છે.

આવી જ એક હકીકતની કહાની સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં નહેરની અંદર તણાતા એક કપિરાજનો જીવ હનુમાન દાદાએ બચાવ્યો હતો. આપણે કપિરાજને હનુમાન દાદા તરીકે પૂજીએ છીએ. ત્યારે આ ઘટના પણ કોઈ ચમત્કારથી જરા પણ કમ નથી, આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી.

જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક કપિરાજ નહેરની વચ્ચે હનુમાન દાદાની પ્રતિમાને વળગીને બેસી રહ્યો છે. આ કપિરાજ નહેરમાં ફસાઈ ગયો હતો જેના બાદ સવારે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આખી રાત ગંગાનહેરના ઠંડા પાણીમાં બેસી રહેવાના કારણે તેનું શરીર પણ ઠુઠવાઈ ગયું હતું.

બીજા દિવસે સવારે જયારે આ ઘટના વિશે પોલીસને જાણ થઇ ત્યારે બોટ લઈને આ કપિરાજને બચાવવા માટે તે નહેરમાં ગયા હતા અને કપિરાજને સુરક્ષિત બચાવીને બહાર લાવવામાં આવ્યો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને કોમેન્ટ કરવા માટે મજબુર બન્યા છે. ઘણા લોકો આ ઘટનાને ચમત્કાર પણ માને છે તો કોઈ હનુમાન દાદા હંમેશા રક્ષા કરે છે એ પણ જણાવી રહ્યા છે.

Niraj Patel