વડોદરામાં ઇરફાન હિતેશ ઠાકોર બની હિન્દુ યુવતીને ફસાવી હોટલમાં લઈ ગયો, વિગત જાણીને રુવાડા ઉભા થઇ જશે

Vadodara Love Jihad : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી દિવસેને દિવસે લવ જેહાદનાં કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક લવજેહાદનો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો. બજરંગદળ તરસાલી પ્રખંડે લવજેહાદની ઘટનાનો મોટો ખુલાસો કર્યો છે. જેમાં એક યુવકને હિન્દુ યુવતી સાથે હોટલમાંથી રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. એક યુવક કે જેણે હિંદુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને ફસાવી અને તેને હોટલમાં લઇ ગયો અને આ બજરંગદળે તેને રંગેહાથ પકડી પાડતા સમગ્ર મામલો સામે આવ્યો.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

આ ઘટના બાદ બજરંગદળ તરસાલી પ્રખંડે અનેક મોટા ખુલાસા કર્યા છે. યુવક ઇરફાન દીવાને હિતેશ ઠાકોર નામ ધારણ કર્યુ અને બોગસ આધાર કાર્ડ પણ બનાવ્યુ હતુ. તેણે હિન્દુ યુવતીને ફસાવી અને હોટલમાં લઇ ગયો. ઇરફાન દીવાન હેલ્પર તરીકે નોકરી કરે છે. બજરંગદળે લવ જેહાદની ઘટનામાં ખુલાસો કરતા કહ્યુ, ઇરફાનના મોબાઈલમાંથી અન્ય હિન્દુ યુવતીઓના ફોટા અને આધારકાર્ડ પણ મળી આવ્યા છે.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

ઇરફાન પોતે ઓળખ છુપાવી હિન્દુ યુવતીને ફસાવી હોવાની પણ કબૂલાત કરે છે. જો કે, બજરંગદળ તરસાલી પ્રખંડના કેતન ત્રિવેદી અને તેમની ટીમના કાને વાત પડતા કે ઇરફાન હિતેશ બનીને હિંદુ યુવતિને હોટલમાં લઇ ગયો છે, તો મધરાતે ટીમ તરસાલી વિસ્તારમાં આવેલ હોટલમાં દોડી ગઇ અને ઈરફાન દીવાનને ઝડપી લેવામાં સફળતા સાંપડી. જ્યારે બજરંગદળના સ્વયંસેવકોએ પૂછપરછ કરી તો ઇરફાન દીવાન મુસ્લિમ હોવાની ઓળખ છુપાવી હિતેશ ઠાકોરના આધારકાર્ડ પર હિન્દૂ યુવતી સાથે પ્રેમલીલા કરતો હોવાનું સામે આવ્યુ.

File Pic

આ ઉપરાંત ઇરફાનના મોબાઈલમાંથી બીજી પણ હિંદુ યુવતીઓના ફોટો અને આધારકાર્ડ મળી આવ્યા જે બાદ ષડ્યંત્ર હોવાની શંકા ઉપજી. કેતન ત્રિવેદી કે જેઓ બજરંગદળ તરસાલી પ્રખંડના અગ્રણી છે તેમણે લવજેહાદનું સુનિયોજિત કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી છે.

Shah Jina