જ્યોતિષ શાસ્ત્ર

જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે મંગળવારના દિવસે કરો આ ઉપાય, દૂર થશે બધી જ તકલીફો

હનુમાન દાદા પૃથ્વી ઉપર અજર અમર દેવ છે. ભક્તો શનિવારે અને મંગળવારના દિવસે હનુમાન દાદાના મંદિરે જઈને  તેમનું સમરણ કરીને પોતાના દુઃખો દૂર કરવા માટે કહેતા પણ હોય છે. અને હનુમાન દાદા પણ પોતાના ભક્તોના દુઃખ સાંભળે છે અને દૂર પણ કરે છે તેથી જ તો તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. જો તમે પણ તમારા જીવનમાં આવેલા દુઃખોથી પરેશાન રહેતા હોય તો મંગળવારના દિવસે નીચે જણાવેલ ઉપાય કરજો. હનુમાન દાદા બધા જ દુઃખોને દૂર કરશે.

Image Source

બજરંગ બાણ:
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્રોનો જાપ કરવામાં આવે છે. હનુમાન ચાલીસા અને બજરંગ બાણનું મહત્વ બધા જ મંત્રોમાં હોય છે. જે વ્યક્તિ બજરંગ બાણનો પાઠ કરે છે. તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. મંગળવાર અને શનિવારના દિવસ ઉપરાંત તમે બજરંગ બાણનો પાઠ રોજ કરશો તો હનુમાનજીની કૃપા જલ્દી મળશે. તમને બજરંગ બાણના ફાયદાઓ જણાવીએ.

Image Source

1. લગ્નની સમસ્યાઓ થાય છે દૂર:
જો તમને પણ લગ્ન સાથે જોડાયેલી કોઈ સમસ્યા છે અથવા તો તમારા લગ્ન નથી થઇ રહ્યા તો મંગળવાર અને શનિવારના દિવસે ખાસ બજરંગ બાણનો પાઠ કરવો.

2. ગ્રહ દશા પણ સુધારી જશે:
જો કોઈના ઉપર પણ શનિ, રાહુ અને કેતુની મહાદશા ચાલી રહી હોય તેમને મંગળવાર અથવા શનિવારના દિવસે 3 વાર બજરંગ બાણનો પાઠ કરવો જેનાથી કુંડળીમાં બધા જ ગ્રહોની દશા સારી બની જશે.

Image Source

3. નથી આવતી નોકરીમાં સમસ્યા:
જો તમને નોકરીમાં કોઈ સમસ્યા સતાવી રહી હોય અથવા તો નોકરીની શોધમાં તમે હોય તો બજરંગ બાણનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

4. નાકરાત્મક્તા થાય છે દૂર:
બજરંગ બાણનો પાઠ કરવાથી જીવનમાં આવેલી નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં કોઈપણ જાતનો ભય પણ સતાવતો નથી.

Image Source

5. ગંભીર રોગમાંથી મળે છે મુક્તિ:
બજરંગ બાણનો પાઠ દિવસમાં બે વાર સવારે અને સાંજે કરવાથી ગંભીર રોગોમાંથી પણ મુક્તિ મળે છે.

6. વાસ્તુદોષથી મળે છે છુટકારો:
જો તમને પણ વાસ્તુદોષની સમસ્યા હોય તો નિયમિત રૂપથી બજરંગ બાણનો પાઠ કરવો જેના કારણે તેમાંથી છુટકારો મળી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.