તમારા જીવનમાં ગમે તેવી સમસ્યા હશે તો થઈ જશે દૂર, મંગળવારના દિવસે કરો મંત્રનો જાપ

બજરંગબલીના આશિર્વાદ જોઈતા હોય તો મંગળવારે કરો આ મંત્રનો જાપ

Bajrang Baan Benefits: હિન્દુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખુ છે. ભારતનું કોઈ ભાગ્યે જ એવું ગામ હશે જ્યાં તમને હનુમાનજીની મૂર્તિનું મંદિર જોવા ન મળે. નાના મોટા સહુ લોકો ભગવાન બજરંગ બલીની આરાધના કરે છે. આમ તો તમે હનુમાનજીને ગમે ત્યારે યાદ કરી શકો છો પરંતુ મંગળવારને હનુમાનજીનો વાર કહેવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજીભગવાન શંકરના રુદ્ર અવતાર છે અને ભગવાન રામના પરમ ભક્ત. મંગળવારના દિવસે પુરી શ્રદ્ધા સાથે બજરંગબલીની પૂજા કરવામાં આવે તો ભક્તોના જીવનમાં હંમેશા મંગળ રહે છે. મંગળવારે પુરી શ્રદ્ધા સાથે બજરંગ બાણના જાપ કરવામાં આવે તો તેના ચમત્કારીક ફાયદા થાય છે.

બજરંગ બાણના ફાયદા: એવી માન્યતા છે કે બજરંગ બાણના પાઠ કરવાથી વ્યક્તિને ક્યારેય ગંભીર રોગ થતા નથી. સાથે તે દરેક પ્રકારના દોષ અને રોગોથી મુક્ત રહે છે. કોઈ પણ કાર્યમાં નિશ્ચિત રૂપે સફળતા પ્રાપ્ત કરવા માટે મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે.

જો તમારી પર દુશ્મનો હાવી થઈ રહ્યા છે તો મંગળવારના દિવસે બજરંગ બાણના પાઠ કરવા જોઈએ. એવી માન્યતા છે કે, મંગળવારના દિવસે બજરંગ બાણના પાઠ કરવાથી વ્યક્તિને શત્રુ પર વિજય મળે છે. આ દિવસે બજરંગ બાણના પાઠ કરવાથી વ્યક્તિ અજ્ઞાત ભયથી છૂટકારો મળે છે. આ ઉપરાંત લાંબા સમયથી કાર્યમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે. દર મંગળવારે બજરંગ બાણના પાઠ કરવાથી વ્યક્તિના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

બજરંગ બાણ:
દુહા
નિશ્ચય પ્રેમ પ્રતીતિ તે, વિયન કરે સનમાન.
તેહિ કે કારજ સકલ શુભ, સિદ્ધ કરે હનુમાન.

ચોપાઈ
જય હનુમાન સંત હિતકારી, સુન લીજે પ્રભુ અરજ હમારી.
જનકે કાજ વિલંબ ન કીજે, આતૂર દૌરિ મહા સુખ દીજે.
જેસે કુદી સિંધુ મહિપારા, સૂરસા બદન પેઠી બિસ્તારા.
આગે જાય લંકિની રોકા, મારેહા લાત ગઈ સુરલોકા.

જાય વિભીષણ કો સુખ દીન્હા, સીતા નિરખી પરમપદ લીમ્હા.
બાગ ઉજારિ સિંધૂ મહે બોરા, અતિ આતુર યમકાતર તોરા.
અક્ષય કુમાર મારિ સંહારા, લૂમ લપેટિ લંક સુરપુર મહ ભઈ.
લાહ સમાન લંક જરિ ગઈ, જય જય ધૂન સુરપુર મહ ભઈ.

અબ વિલંબ કેહિ કારન સ્વામી, કૃપા કરહુ ઉર અતંરયામી.
જય જય લક્ષ્મણ પ્રાણ કે દાતા, આતૂર હોડ દુખ કરહુ નિપાતા.
જય ગિરિધર જય જય સુખસાગર, સુર સમુહ સમરથ ભટ નાગર.
ॐ હન હન હન હનુમંત હઠીલે, બૈરીહી મારુ બજ્ર કી કીલે.

ગદા બજ્ર લૈ બૈરહી મારો, મહારાજ પ્રભુ દાસ ઉબારો.
ઓંકાર હુંકાર મહાબીર ધાવો, વજ્ર ગદા હનુ વિલમ્બ ન લાવો.
ॐ હનીં હનીં હનુમંત કપીલા, ॐ હું હું હું હનુ અરિ ઉર શીશા.
સત્ય હોહુ હરિ શપથ પાયકે, રામ દૂત ધરુ મારુ જાયકે.

જય જય જય હનુમંત અગાધા, દુખ પાવત જન કેહી અપરાધા.
પૂજા જપ તપ નેમ અચારા, નહીં જાનત હો દા મુન્હારા.
વન ઉપવન મગ ગિરિગૃહ માહીં, તુમ્હરે બલ હમ ડરપત નાહીં.
વન ઉપવન કર જોરિ મનાવૌ, યહિ અવસર અબ કેહી ગોહરાવૌ.
પાંય પરૌં કર જોરી મનાવૌં, યહિ અવસર અબ કેહી ગોહરાવૌં.

જય અંજનિ કુમાર બલવંતા, શંકર સુવન વીર હનુમંતા.
બદન કરાલ કાલ કુલ ઘાલક, રામ સહાય સદા પ્રતિ પાલક.
ભૂત પ્રેત પિશાચ નિશાચર, અગ્નિ વૈતાલ કાલ મારીમર.
ઈન્હે મારુ તોહિ સપથ રામ કી,રાખુ નાથ મરજાદ નામ કી.

જનક સુતા હરિદાસ કહાવો, તાકી સપથ વિલંબ ન લાવો.
જય જય જય ધુનિ હોત અકાશા, સુમિરત હોત દુસહ દુખ નાશ.
ચરણ શરણ તોહિં રામ મનાવૌં, પાંય પરૌ કર જોરિ મનાઈ.

ઓમ ચં ચં ચં ચં ચપલ ચલંતા, ઓમ હનુ હનુ હનુ હનુ હનુમંતા.
ઓમ હં હં હાંક દેત કપિ ચંચલ, ઓમ સં સં સહમિ પરાને ખલ દલ.
અપને બજરંગ બાણ જેહિ મારે, તાહિ કહો કૌન ઉબારે.
અપને જન કો તુરત ઉબારો, સુમિરત હોત આનંદ હમારો.
યહિ બજરંગ બાણ જેહી મારે, તાહિ કહો ફિર કૌન હમારો.

પાઠ કરે બજરંગ બાણ કીસ હનુમત રક્ષા કરે પ્રાણ કી.
યહ બજરંગ બાણ જપે હંમેશા, તેહી તે ભૂત પ્રેત સબ કાંપે.
ધૂપ દેય અરુ જપે હંમેશા,તાકે તન નહીં રહે કલેશા

દુહા
પ્રેમ પ્રતિતિંહિં કપિ ભજે,સદા ઉર ધ્યાન.
તેહી કે કારજ શકલ શુભ, સિદ્ધ કરે હનુમાન.

YC