જ્યોતિષ શાસ્ત્ર

બજરંગબલીની કૃપા આ રાશિઓ પર હોય છે, હંમેશા તેમની મદદ કરે છે… આમાં તમારી રાશિ તો નથીને

હિન્દૂ ધર્મ અનુસાર બજરંગબલીને બધા જ દેવતાઓમાં અમર દેવ માનવામાં આવે છે. તમે બધા જાણો જ છો છે. જે લોકો બજરંગબલીની સાચા મનથી પૂજા, અર્ચના અને ભક્તિ કરે છે તેમને ક્યારેય દુઃખ અને તકલીફો સહન નથી કરવી પડતી. બજરંગબલીની કૃપા કાયમ તેમના પર બની રહે છે. તેમની બધી જ મનોકામનાઓ પુરી થાય છે.

Image Source

જે વ્યક્તિ પર બજરંગબલીની કૃપા થાય છે તે વ્યક્તિ દુનિયામાં બધું જ મેળવી શકે છે. તેમના જીવનમાં ક્યારેય ધનને લગતી સમસ્યા આવતી  નથી. પરિવારનો સાથ-સહકાર મળે છે. જ્યોતિશાસ્ત્ર અનુસાર બજરંગબલીને આ 9 રાશિઓ ખુબ જ પ્રિય છે. તો ચાલો જાણીએ કંઈ કંઈ રાશિ છે જે બજરંગબલીને પ્રિય છે અને શું લાભ થવાનો છે.

1. મકર:મકર રાશિના જાતકો પર બજરંગબલી ખાસ કૃપા કરવાના છે. આ રાશિના જાતકોના બધાં જ કામ કોઈ પણ તકલીફ વગર પુરા થશે. આ રાશિના જાતકો જે પણ કામને દિલથી પૂરું કરવા માંગતા હશે એ કામમાં તેમને સફળતા જરૂર મળશે. આ જાતકોને કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ થતી નથી.

2. મેષ:આ રાશિના જાતકો પર બજરંગબલી કૃપા કરવાના છે. આ રાશિના જાતકોને કોઈ પણ તકલીફ આવે તો આ બજરંગબલી તરત જ તે તકલીફનું નિવારણ કરશે. એવું માનવામાં આવે છે કે આ રાશિના લોકોમાં ઇચ્છાશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખુબ જ સારી હોય છે બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના જાતક પોતાની બુદ્ધિ, કૌશલ્ય અને ચતુરાઈથી પોતાની તિજોરીમાં ધન ભેગું કરવામાં માહિર હોય છે.

3. વૃષભ:આ રાશિ બજરંગબલીની ખુબ જ પ્રિય હોય છે, આ રાશિના જાતકો જો બજરંગબલીની પૂજા સાચા મનથી કરે તો બજરંગબલી સરળતાથી પ્રસન્ન થઇ જાય છે. અને તમારા પર કાયમ કૃપા બનાવી રાખે છે.

4. કન્યા:આ રાશિના જાતકો પર બજરંગબલીની કૃપા કાયમ બની રહેશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો કરી શકે છે પણ રોકાણ કરતા પહેલા થોડું વિચારીને કરવું. તમારી બધી જ બીમારી દૂર થશે. બસ માત્ર તમારે સાચા મનથી બજરંગબલીના જાપ કરવા.

5. કર્ક:જો આ રાશિના જાતકો ભક્તિથી બજરંગબલીની પૂજા કરે તો બજરંગબલી તમારા બધા જ દુઃખ દૂર કરી તમારા જીવનમાં ખુશીઓને વરસાદ કરે છે. તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફો નહિ આવે. અટકેલા પૈસા અથવા ઘણા સમય પહેલાનું રોકાણ કરેલા પૈસા પાછા આવશે.

6. મીન:આ રાશિ બજરંગબલીની ખુબ જ પ્રિય રાશિ છે તેથી આ રાશિના લોકોના જીવનમાં કોઈ તકલીફ નથી આવતી. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં લાભ થવાનો છે. બજરંગબલીના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવશે. કોઈ પણ પ્રકારની ખરાબ નજર અથવા ખરાબ શક્તિ તમારું કંઈ બગાડી નહિ શકે.

7. કુંભ:આ રાશિના જાતકોને જીવનમાં અને નોકરી-ધંધામાં સારી ઉપલબ્ધી મેળવશે. આ રાશિના જાતકો પાસે ધન કમાવવાના ઘણી બધી તક આવે છે અને તેઓ આ તકનો ભરપૂર લાભ પણ ઉઠાવે છે. સમાજમાં ખુબ જ પ્રતિષ્ઠા મેળવશે. આ રાશિવાળા લોકોને નાની મોટી ચર્ચામાં કોઈ પાછળ પડી શકે નહિ.

8. સિંહ:આ રાશિના જાતકો પર આવનાર બધા જ સંકટોમાં બજરંગબલી તેમની રક્ષા કરશે. કોઈ પણ પ્રકારની દુર્ઘટનાથી બચાવશે. પરિવારમાં સુખ શાંતિ આવશે. આ રાશિના લોકોને બજરંગબલીની કૃપાથી ધન લાભ થશે. નોકરીમાં તેઓ નવી ઉંચાઈ પ્રાપ્ત કરશે.

9. વૃશ્ચિક:બજરંગબલીની કૃપાથી આ રાશિના જાતકો પર કૃપા અને ધનનો વરસાદ થશે. આ રાશિવાળા લોકોને કોઈ પણ મહત્વના કામમાં કે કોઈ પણ મોટા કામમાં બાધા આવતી નથી. નોકરીમાં પ્રમોશન મળશે અને જો ધંધો કરતા હશે તો તેમાં સફળતા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.