રસોઈ

બજારના મોંઘા પિઝ્ઝા નહિ પણ બાળકોને રજાના દિવસોમાં ખવડાવો આ ઘરે બનાવેલા આ ટેસ્ટી ‘કુકર પિઝ્ઝા’..

પિઝ્ઝાનું નામ સાંભળતા જ માત્ર બાળકો જ નહિ, વડીલોના મોમાં પણ પાણી આવી જાતું હોય છે. જો કે પિઝ્ઝા બજારમાં તો આસાનીથી મળી જાય છે પણ જો કે ખરીદવામાં આવેલા પિઝ્ઝા ખુબ મોંઘા પણ પડતા હોય છે. આવો તો તમને જણાવીએ કે કેવી રીતે ઘરે જ રહીને ટેસ્ટી પિઝ્ઝા બનાવી શકાય. ખાસ વાત એ છે કે તેના માટે ઓવનની પણ જરૂર નથી પડતી. આ પિઝ્ઝા ખાવામાં એટલા જ ટેસ્ટી લાગે છે જાણે કે બજાર માંથી ખરીદીને લાવ્યા હોય.  

સામગ્રી:

4 ચમચી ત્રણે રંગના શિમલા મિર્ચ, બે ચમચી ટમેટા, બે ચમચી ડુંગળી, 1/4 ચમચી ઓર્ગેનો, એક ચમચી સીજનીગ ક્યુબ, અળધુ પિઝ્ઝા બેસ, બે ચમચી બટર, બે ચમચી પિઝ્ઝા ટોપિંગ, અળધૂ બાઉલ મોઝરીલા ચીઝ, નિમક સ્વાદ પ્રમાણે.

પિઝ્ઝા બનાવાની વિધિ:

પિઝ્ઝા બનાવા માટે સૌથી પહેલા કુકર ને પ્રી-હીટ કરી લો. હવે એક કટોરીમાં શિમલા મિર્ચ, ટમેટા, ડુંગળી, ઓર્ગેનો, સીજ્નીંગ ક્યુબ, નિમક અને ટોમેટો સોસ મિલાવીને સારી રીતે મિક્સ કરી દો. હવે પિઝ્ઝા બેસ પર બટર નાખીને તેને પૂરી રીતે ફેલાવી દો. તેના બાદ બેસ પર પિઝ્ઝા ટોપિંગ અને વેજ ટોપિંગ પણ લગાવી દો. હવે તેના પર મોઝરીલા નાખીને ઓરગેનો છાંટો.

કુકરમાં રીંગ નાખીને તેના પર પિઝ્ઝા રાખો અને 4-5 મિનીટ સુધી તેજ આંચ પર અને 7 થી 8 મિનીટ સુધી ધીમી આંચ પર પકાવો. બાદમાં પિઝ્ઝાને ત્રિકોણ શેપમાં કાંપીને સર્વ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks