ખબર

જબરદસ્ત ફીચર સાથે 14 વર્ષ બાદ લોન્ચ થયું ઇલેક્ટ્રિક બજાજનું ચેતક, વાંચો પુરી વિગત

આપણા સૌનું ફેવરેટ બજાજ સ્કુટર ફરી એકવાર બજાર આવી રહ્યું છે અને આ વખતે એક નવા અવતારમાં આવી રહ્યું છે. 14 વર્ષ બાદ 14 જાન્યુઆરીએ બજાજ કંપનીએ પોતાની સૌથી જાણીતી બ્રાન્ડ ચેતક સ્કુટરને ફરીથી લોન્ચ કર્યું છે. બજાજે ચેતક ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કર્યું છે જેની એક્સ-શોરૂમ કિંમત અંદાજે એક લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ સ્કુટરને કંપનીની અધિકૃત વેબસાઈટ KTM ડીલરશિપથી બુક કરી શકશે. આ વિશ્વનું પહેલું સ્કુટર હશે કે જેને માત્ર ઓનલાઇન જ વેચવામાં આવશે. આ સ્કૂટરનું ટેસ્ટડ્રાઈવ આ મહિનાના અંત સુધીમાં શરુ કરવામાં આવશે. જેનાથી ગ્રાહક સ્કુટરને ડ્રાઈવ કરીને આ વિશે વધુમાં વધુ જાણકારી મેળવી શકશે.

Image Source

આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયત એ છે કે આ સ્કુટરને એકવાર ચાર્જ કરવાથી આ સ્કુટર 95 કિલોમીટર સુધી દોડશે. કંપનીએ આ સ્કૂટરના બે વેરિયંટ લોન્ચ કર્યા છે – અર્બન અને પ્રીમિયમ. અર્બન વેરિયંટની કિંમત 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે અને પ્રીમિયમ વેરિયંટની કિંમત 1.15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ સ્કુટર છ કલર વેરિયન્ટમાં મળશે – સાયબર વ્હાઈટ, હેઝલનટ, સિટ્રસ રશ, વેલ્યૂટો રોજો, ઈન્ડિગો મેટેલિક અને બ્રુક્લન બ્લેક. નવા ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરને ગ્રાહક માત્ર 2000 રૂપિયામાં બૂક કરાવી શકશે અને આ સ્કૂટરનું પ્રિ-બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને આ સ્કૂટરની ડિલિવરી ફેબ્રુઆરીના અંત સુધી મળશે.

Image Source

નવા ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરને રેટ્રો લુક આપવામાં આવ્યો છે. સાથે જ આ સ્કુટર ખુબ સ્મુધ અને ડિજિટલ ફિચરથી સજ્જ છે. આ સ્કુટરમાં એલઈડી લાઈટ્સ લગાવવામાં આવી છે. સાથે જ આ સ્કૂટરમાં ડિજિટલ મીટર, પ્યોર રેટ્રો થીમ અને એલઈડી ટર્ન ઈન્ડિકેટર, રાઉન્ડ હેડલેમ્પ અને સિંગલ સાઈડ સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમાં અલોય વ્હિલ હશે. પહેલીવાર આ સ્કૂટરમાં રિવર્સ ડ્રાઇવિંગ ફીચર પણ સામેલ કરવામાં આવ્યા છે. ડિજિટલ ડિસપ્લેથી સ્પીડ, બેટરી લેવલ, રાઈડિંગ મોડ, ટાઈમ, રેન્જ જેવી જરૂરી જાણકારીઓ પણ જોઈ શકાશે.

Image Source

આ દેશનું પહેલું સ્કુટર છે કે જેનું આખું બોડી મેટલ બોડી છે. પુણે અને બેંગ્લુરુથી લોન્ચ થઈ રહેલા આ નવા ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3 કિલોવોટની બેટરી અને 4080 વોટની મોટર મુકવામાં આવી છે, જે 16Nmનો ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરની બેટરીને મોટરને IP67 રેટિંગ આપવામાં આવ્યું છે. તે ડસ્ટપ્રૂફ અને વોટરપ્રુફ છે. કંપનીએ કરેલા દાવા મુજબ, 5 કલાકમાં આ સ્કૂટરની બેટરી ફુલ ચાર્જ થઈ જાય છે. આ સ્કૂટરમાં બે ડ્રાઈવિંગ મોડ આપવામાં આવ્યા છે – ઈકો અને સ્પોર્ટ. ફુલ ચાર્જ થવા પર ઈકો મોડમાં 95 કિલોમીટર સુધીની રેન્જ આપશે અને સ્પોર્ટ મોડમાં 85 કિલોમીટર સુધીની રેન્જ આપશે.

Image Source

આ સ્કુટર સાથે ચાર્જર ફ્રી મળશે અને ફાસ્ટ DC ચાર્જર કંપની દ્વારા તમારા ઘરે ફ્રીમાં ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. આ સ્કૂટરને કંપનીની એપ સાથે કનેક્ટ કરી શકાશે. ત્યાર બાદ તેની રેન્જ, ચાર્જિંગ, લોકેશન જેવી અગત્યની જાણકારી ફોન પર જ મળી શકશે. મોબાઈલ એપમાં સ્કૂટર મોબિલીટી સોલ્યૂશન, ડેટા કમ્યુનિકેશન, સિક્યોરીટી, યૂઝર ઓથેન્ટિકેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Image Source

બજાજ કંપનીએ પહેલું સ્કુટર પૂણેમાં લોન્ચ કર્યું છે અને આ સ્કુટરને મુંબઈ, દિલ્હી, ચેન્નઇ અને હૈદરાબાદ જેવા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. કંપની સ્કૂટર પર ત્રણ વર્ષ અથવા તો 50 હજાર કિલોમીટરની વોરંટી પણ આપી રહી છે. આ સિવાય આને વર્ષમાં માત્ર એક જ વાર સર્વિસિંગ કરાવવાનું રહેશે. આ સ્કુટરને ફૂલ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગશે અને 1 કલાકમાં સ્કુટર 25 ટકા ચાર્જ થશે. આને સામાન્ય 15 એમ્પીયરના ઘરેલુ સોકેટથી પણ ચાર્જ કરી શકશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.