બજાજ ઓટો દ્વારા લોન્ચ કરવામાં આવી પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈક, જાણો કેટલી છે કિંમત અને કેવા છે ફીચર્સ ?

દેશભરમાં પેટ્રોલના વધતા ભાવ હવે લોકોના માથાનો દુઃખાવો બની ગયો છે, જેને નિવારવા માટે આ દરમિયાન લોકો હવે અલગ અલગ ઉપાયો શોધી રહ્યા છે. ત્યારે ભારતની પ્રમુખ બાઈક કંપની બજાજ દ્વારા હવે પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈક ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

બજાજ કંપનીની બાઈક તેના શાનદાર માઈલેજ માટે જાણીતી છે ત્યારે જો વાત કરીએ બજાજ દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈકની કિંમતની તો તેની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 53,920 રૂપિયા રાખવામાં આવી છે.

પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈક “કમ્ફર્ટ ટેક્નોલોજી” સાથે આવે છે અને લોન્ગ રાઈડ દરમિયાન રાઇડરને એક ખુબ જ સારો અનુભવ પણ પ્રધાન કરે છે.

બજાજ ઓટો દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈકમાં સ્પ્રિંગ ઈન સ્પ્રિંગ સસ્પેનશન આપ્યું છે. જે લાંબી યાત્રા દરમિયાન સુખદ અનુભવ આપશે. તો આ સાથે આ બાઈકની અંદર તમને ટ્યુબલેસ ટાયર પણ મળશે.

પ્લેટિના 100 ઇલેક્ટ્રિક સ્ટાર્ટ બાઈકની અંદર તમને નવા રિયરવ્યુ મિરર મળે છે. આ બાઇકને બે કલર ઓપશન કોકટેલ વાઈન રેડ અને એબોની બ્લેકમાં સિલ્વર ડિકલ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ હવે ભારતના બધા જ અધિકૃત બજાજ ઓટો ડીલરશીપ ઉપર ઉપલબ્ધ છે.

આ બાઈકની અંદર તમને 102ccનું ફોર સ્ટ્રોક સિંગલ સિલેન્ડર એસઓએચસી, એયર કુલ્ડ એન્જીન મળશે. જે 7,500rpm ઉપર 7.5psનો પાવર અને 5,500rpm ઉપર 8.34Nmનું પીક ટૉર્ક જનરેટ કરે છે. તો આ સાથે આ બાઈકની અંદર તમને 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે.

Niraj Patel