ખબર

જલ્દી કરો: સ્ટોક ખતમ કરવા માટે કંપની વેચી રહી છે સસ્તામાં બાઈક અને સ્કુટર- જાણો વિગત

ભારતમાં તહેવારોની સીઝ ચાલુ થઇ ચુકી છે ત્યારે જો તમે કોઈ પણ પ્રકારનું ટુ-વ્હીલર ખરીદવા વિશે વિચારી રહયા છો તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જઈએ. વાત એમ છે કે Bajaj Auto એ પોતાની બાઈક્સની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જો કે કંપની તરફથી હજુ આ વિશે જણાવવામાં નથી આવ્યું કે કયા મોડલની કિંમતો ઘટાડવામાં આવી છે.

Image Source

જણાવી દઈએ કે કંપની તરફથી અમુક મોડલ્સ પર પહેલેથી જ ડિસ્કાઉન્ટ આપવા આવી રહ્યું છે. આ સિવાય કંપની દ્વારા 5 વર્ષની ફ્રી સર્વિસ અને 5 વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. આ સિવાય ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ જેવી સુવિધાઓ પણ અપાઈ રહી છે.

જો કે એક બીજી વાત પણ છે કે જેના પર ધ્યાન આપવાની જરૂર છે એ છે કે આ ઓફર માત્ર 8 ઓક્ટોબર 2019 સુધી જ વેલીડ છે. કંપનીની આ ઓફરો એન્ટ્રી લેવલ બાઈક CT110, પ્લેટિન, પલ્સર 150, પલ્સર 220F, ડૉમિનર 400 અને એવેન્જરના બધા જ મોડલ પર ઉપલબ્ધ છે.

Image Source

CT110 પર કેશ ડિસ્કાઉન્ટ સાથે 3200 રૂપિયાનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે, તો ડૉમિનર પર 7200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. પલ્સર 150 પર 4200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને પલ્સર 220 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઓફર સીમિત સમય માટે જ છે. આ સિવાય આ ઓફર ડીલર્સ પોતાના હિસાબથી બદલી પણ શકે છે.

Image Source

કેટલાક રિપોર્ટ્સ અનુસાર, એવું પણ કહેવાય રહ્યું છે કે કંપનીઓ પાસે BS-IV ઇમિશન નોર્મ્સવાળા વાહનોનો સ્ટોક છે જે ખતમ કરવા માટે પણ કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. 31 માર્ચ 2020થી BS-VI ઇમિશન નોર્મ્સ લાગુ થઇ જશે, એવામાં જુના વાહનોનો સ્ટોક ખાલી કરવા જરૂરી છે. બજાજ ઓટો બાદ હવે હીરો તરફથી પણ ડિસ્કાઉન્ટની જાહેરાત કરવાની આશા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.