ખબર ફિલ્મી દુનિયા

ફિલ્મ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાની પત્નીને મળ્યા જામીન, ડ્રગ્સ કેસમાં બે દિવસ પહેલા થઇ હતી ધરપકડ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસ બાદ સામે આવેલા ડ્રગ્સ એન્ગલમાં બોલીવુડના ઘણા લોકો સંડોવાયેલા જોવા મળ્યા હતા. ગત રવિવારના રોજ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાના ઘરે પણ છાપામારી કરવામાં આવી હતી. ત્યારે ફિરોજની પત્ની શબાનાની પણ NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Image Source

હવે આજે મુંબઈની એક કોર્ટ દ્વારા ફિરોજ નડિયાદવાલાની પત્ની શબાના સઈદને 15000 રૂપિયાના ખાનગી બોન્ડ ઉપર જામીન આપવામાં આવી છે.

Image Source

એનસીબીની ટીમે ફિરોજ નડિયાદવાલાના ઘરે છાપામારી કરી અને ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ફિરોજની પત્ની શબાના સાથે બીજા પાંચ લોકોની પણ ધરપકડ કરી હતી. બે સાક્ષીઓની હાજરીમાં તેમના ઘરની તલાશી લેવામાં આવી હતી.

એક તાજા રિપોર્ટ પ્રમાણે એ પણ સામે આવ્યું છે કે શબાના સઈદ તેના પતિ સાજીદ નડિયાદવાલાથી અલગ થઇ ગઈ છે અને પોતાના બે બાળકો સાથે અલગ રહીને તેમની દેખરેખ કરે છે.