મનોરંજન

બાહુબલી ફિલ્મનો આ ખતરનાક વિલન, તેના અસલ જીવનમાં દેખાય છે કંઈક આ પ્રકારે, વાંચો તેના જીવન વિશે

બાહુબલી ફિલ્મ બોલીવુડની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ છે. ફિલ્મની કથા સાથે ફિલ્મના પાત્રો એ પણ દર્શકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એ પછી કટ્ટપા હોય કે બાહુબલી કે પછી દેવસેના હોય કે શિવગામી દેવી બધા જ કલાકારોએ પોતાની તમામ શક્તિ રેડીને ફિલ્મને આ લેવલ સુધી પહોંચાડી.

Image Source

ફિલ્મમાં એક કિરદારે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એ હતો ફિલ્મનો ખલનાયક કાલકેય. ખબર પણ ના પડે અને હાસ્ય ઉપજાવે તેવા સવાંદો અને પોતાના ભયાનક રૂપના કારણે ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. પરંતુ ઘણા ઓછા લોકો આ ખલનાયકના જીવન વિશે માહિતગાર હશે.

Image Source

કાલકેયનું અસલ નામ પ્રભાકર મહેબૂબ છે. ફિલ્મમાં જેટલો પ્રભાવશાળી અને ડરામણો લાગતો પ્રભાકર પોતાના અસલ જીવનમાં ખુબ જ શરમાળ વ્યક્ત્તિવ ધરાવે છે. તેને ક્રિકેટ સૌથી પ્રિય છે એને જયારે પણ ક્રિકેટ જોવાનો ચાન્સ મળે એ ચૂકતો નથી. ફિલ્મોમાં આવ્યા પહેલા પ્રભાકર હૈદરાબાદમાં નોકરી કરતો હતો. તેને ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા નહોતી પરંતુ તેને અભિનય કરતો જોઈને કોઈપણ વ્યક્તિ આ વાતને સ્વીકારી ના શકે. એસ. રાજામૌલીની ફિલ્મ “મર્યાદા રમન્ના” દ્વારા પ્રભાકરે ફિલ્મ જગતમાં પગ મુક્યો હતો.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.