જીવનશૈલી મનોરંજન

બાહુબલીની માતા ‘શિવગામી દેવી’ રામ્યા કૃષ્ણન ચલાવે છે દોઢ કરોડ કરોડની કાર, પસંદ છે લક્ઝરી લાઈફ- જુઓ તસ્વીરો

બાહુબલી ફિલ્મમાં બાહુબલીની માતા શિવગામી દેવીનો શાનદાર તેમજ દમદાર રોલ નિભાવવાવાળી રામ્યા કૃષ્ણનને આજે દરેક લોકો ઓળખે છે.ફિલ્મ બાહુબલીથી રામ્યાને ખુબ જ ઓળખાણ મળી છે. તો ચાલો આજે આપણે બાહુબલીની મા એટલે કે રામ્યા કૃષ્ણનની જિંદગી વિશે થોડું જાણીએ.

image source

રામ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1973માં થયો હતો. રામ્યાની માતાનું નામ મયા અને પિતાનું નામ કૃષ્ણન છે. રામ્યાએ  તેલુગુ ફિલ્મમેકર કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા હતા. બંને એ 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કાર્ય હતા ત્યાર બાદ બંનેએ 2003માં લગ્ન કરી લીધા હતા. 2004માં તેને એક બાળકને જન્મ આપ્યો હતો.

image source

રામ્યાએ ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ તામિલ ફિલ્મ ‘Vellai Manasu’માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. રામ્યા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી બધી મળીને ટોટલ 200 ફિલ્મોમાં કામ કરી ચુકી છે. બોલીવુડમાં તેમને અમિતાભ સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં કામ કર્યું હતું.

image source

એ બાદ રામ્યા શાહરુખ ખાન, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર જેવા ઘણા મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જો કે બાહુબલીમાં શિવગામી દેવીનો રોલ કર્યા બાદ તેની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો છે. જો કે આ રોલ પહેલા શ્રીદેવીને ઓફર કરવામાં આવ્યો હતો.

image source

એક ખબર મુજબ રામ્યાએ બાહુબલી-2 માટે 2.5 કરોડ રૂપિયા લીધા હતા. રામ્યાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે જયારે કોઈ તેને ફિલ્મની કહાની સંભળાવે ત્યારે તેને નીંદર આવી જાય છે પણ જયારે રાજમૌલીએ બાહુબલીને કહાની સંભળાવી હતી તો તેની આંખો પહોળી જ રહી ગઈ હતી અને એક સાથે બે કલાક સુધી કહાની સાંભળ્યા રાખી હતી.

image source

રામ્યાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો રામ્યા તેની લક્ઝરી અને બ્યુટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.રામ્યાને કારનો ખુબ જ શોખ છે. રામ્યા પાસે મર્સીડીઝ બેંઝ એસ50 કાર છે, જેની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે.

image source

રામ્યા આ વર્ષે ફરી એક ફિલ્મમાં અમિતાભ સાથે નજર આવવા જઈ રહી છે. એ ફિલ્મમાં રામ્યા લીડ રોલમાં નજર આવશે સાથે જ એ ફિલ્મ આ વર્ષને અંતે રિલીઝ થશે.