વહુ હોય તો આવી ! ગુજરાતી પરિવારે નવા ઘરમાં સાસુનું દેવીની જેમ કર્યુ એવું સ્વાગત કે લોકો બોલ્યા- ‘ એક મા માટે આનાથી વધારે ગર્વનો પળ કંઇ નથી’

ગુજરાતી પરિવારે વહુનો નહિ પરંતુ સાસુનો કરાવ્યો ગૃહ પ્રવેશ, વહુનો પ્રેમ જોઈને ગદગદ થયા સાસુ, જુઓ વીડિયો

સાસુ-વહુને લઇને ઘણા મીમ્સ વાયરલ થતા રહે છે. તેમાં સાસુને વિલનની જેમ પેશ કરવામાં આવે છે. ઘણા મામલામાં વહુ પણ ખલનાયક બની જાય છે. ટીવી સિરિયલ્સની કહાનીઓમાં પણ સાસુ-વહુને આવી જ રીતે પેશ કરવામાં આવે છે. પરંતુ ઇન્ટરનેટ પર હાલ એક સાસુ-વહુનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આજ સુધી તો તમે વહુના ગૃહ પ્રવેશના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હશે. પરંતુ શું તમે કયારેય સાસુનો ગૃહ પ્રવેશ જોયો છે ? સાંભળીને નવાઇ લાગી ને… સોશિયલ મીડિયા પર સામે આવેલ સાસુ-વહુનો વીડિયો કોઇને પણ ભાવુક કરી શકે છે.

જો કે, હાલ તો એ વાતની પુષ્ટિ થઇ નથી કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે. પરંતુ જોઇને એવું લાગી રહ્યુ છે આ વીડિયો કોઇ ગુજરાતી પરિવારનો છે, કારણ કે તેઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે સાસુ લિફ્ટમાંથી બહાર નીકળી નવા ઘરના દરવાજે પહોંચે છે. જ્યાં વહુ આરતીની થાળી લઇને ઊભી હોય છે. બેકગ્રાઉન્ડમાં એક ખૂબસુરત ગીત વાગી રહ્યુ છે. પૂરો માહોલ પણ ઠીક એવો જ છેકે જાણે નવી વહુનુ સ્વાગત કરવામાં આવી રહ્યુ હોય.

વહુ દ્વારા આરતી ઉતારાય બાદ સાસુ મા ઘરમાં લાલ રંગની થાળીમાં પગ મૂકે છે અને પછી ફૂલોના ગોળાથી થઇને આગળ વધે છે.આ બદુ જોઇ સાસુની આંખમાં આંસુ આવી જાય છે. આ વીડિયોને આઇપીએસ અધિકારી વિનીત જયસ્વાલે શેર કર્યો છે અને લખ્યુ છે કે, વહુના ગૃહ પ્રવેશનો વીડિયો તો તમે જોયો હશે પરંતુ સાસુનો નવા ઘરમાં ગૃહ પ્રવેશ વાળો લાજવાબ વીડિયો આજ સુધી નહિ જોયો હોય. તૂટતા સામાજિક તાન બાન વચ્ચે દિલને સ્પર્શી જાય તેનો વીડિયો જરૂર જુઓ.

આ વીડિયોને આઇએએસ ઓફિસર અવનીશ શરણ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યુ- દીકરા માટે આનાથી વધારે ખુશી અને માતા માટે આનાથી વધારે ગર્વની પળ કંઇ ના હોઇ શકે. આ વીડિયો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘આપકે આને સે ઘર મેં કિતની રૌનક હૈ’ ગીત વાગી રહ્યું છે. જે રીતે ઘરમાં પ્રથમ વખત વહુનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવે છે તે જ રીતે નવા ઘરમાં સાસુનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું- ખરેખર મારી આંખો ભીની થઈ ગઈ. હું ઈચ્છું છું કે આ દુનિયાની દરેક વહુને પોતાના સાસુ-સસરા માટે આટલો પ્રેમ હોવો જોઈએ. ત્યાં એક અન્ય યૂઝરે લખ્યું- લાગણી અને પ્રેમથી ભરેલો વીડિયો. અન્ય એક યુઝરે કહ્યું કે સાસુ-વહુનો પ્રેમ જોતા જ બને છે.

Shah Jina