બધાને આવી સાસુ માં મળે ! વહુની બગડી સાડી તો નીચે બેસી સાસુએ આવી રીતે સંભાળી- જુઓ વીડિયો

સાસુ-વહુના આ વીડિયોએ લોકોને બનાવી દીધા દીવાના, જોનારા રહી ગયા દંગ- તમે પણ જુઓ વીડિયો

ભારતમાં આ દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નના અવસર પર લોકો ઘણા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાંના કેટલાક તો દિલને સ્પર્શી જાય તેવા હોય છે, તો કેટલાક વીડિયો હસાવનારા પણ હોય છે. લગ્નમાં ભારતીય કલ્ચર અને સંસ્કારોની ઝલક પણ જોવા મળે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો, જેને જોઈને લોકો હેરાન રહી ગયા અને આ વીડિયોએ લોકોના દિલ પણ જીતી લીધા.

આ વીડિયો સાસુ અને વહુનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નવપરિણીત દુલ્હન કોઈના લગ્નમાં હાજરી આપે છે, તે દરમિયાન તેની સાસુ પણ તેની સાથે હાજર હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનની સાડીમાં અચાનક કોઈ સમસ્યા આવી ગઈ અને આ પછી સાસુ તેની મદદ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દરમિયાન વરની માતા જમીન પર બેસીને કન્યાની સાડીને ઠીક કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે સાસુ તેની વહુની સાડી ઠીક કરી રહી છે ત્યારે તે ખૂબ જ પ્રેમથી વહુને પૂછે છે કે સાડીની કિનારી સારી રીતે બનેલી છે કે કેમ ? આના જવાબમાં કન્યા હસવા લાગે છે. વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર આશી શર્મા નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Àsh❤️ (@ashisharma1710)

આ વીડિયો જૂનો છે પણ સાસુ-વહુના સંબંધને સારી રીતે બતાવી રહ્યો છે. વીડિયો શેર કરવા સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘સાસુ માં.’ આ વીડિયોને ખૂબ જ જોવામાં આવ્યો અને આ વીડિયો પર અત્યાર સુધી 11 લાખથી વધારે લાઇક્સ પણ આવી છે. આ સિવાય યુઝર્સ વીડિયોને જોયા બાદ સંપૂર્ણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Shah Jina