સુહાગરાત મનાવવા રૂમમાં ગયેલા પતિ-પત્નીની સવારે મળી લાશ, બધા હેરાન, સામે આવ્યુ કારણ
Husband Wife Died On Suhagrat : ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર રહસ્યમય મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં એક આવો જ મામલો સામે આવ્યો, જેમાં એક દુલ્હા-દુલ્હનનું સુહાગરાત દરમિયાન મોત થઇ ગયુ. પ્રતાપ અને પુષ્પાના લગ્ન યુપીના બહરાઈચમાં થયા હતા અને
બંનેનું તેમના સુહાગરાત દરમિયાન મોત થયું. બંનેના મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા. આ ઘટનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા. સુહાગરાતે પતિ-પત્નીના શંકાસ્પદ મોત છતાં પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવા માંગતા ન હતા. જો કે, પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ આખરે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા છે.
ત્યારે હવે પોસ્ટમોર્ટમ બાદ જ બંનેના મોતનું સાચું કારણ બહાર આવશે. અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે જ્યાં લાશ પડી હતી ત્યાં ઉલ્ટી પણ થયેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગનો મામલો હોવાનું જણાય છે. જો કે, પોસ્ટમોર્ટમ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
કૈસરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધિયા નંબર ચારના રહેવાસી સુંદર યાદવના પુત્ર પ્રતાપ યાદવના લગ્ન ગોડહિયા નંબર ત્રણની રહેવાસી પુષ્પા સાથે 30 મેના રોજ ધામધૂમથી થયા હતા. 31 મેના રોજ જ્યારે બંને જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં ખુશીનો માહોલ હતો. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે પ્રતાપ યાદવ પત્ની સાથે સુહાગરાત મનાવવા રૂમમાં ગયો તો તે સવારે પાછો જ ના આવ્યો.
સંબંધીઓએ જણાવ્યું કે પ્રતાપ તેની પત્ની સાથે સુહાગરાત મનાવવા ગયો હતો. પરંતુ 1 જૂને સવારે તે ન જાગતાં પરિવારજનોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં તે ન જાગતાં પરિવારના સભ્યોએ બારીમાંથી જોયું તો બંને પલંગ પર પડેલા હતા. જ્યારે પરિવારના સભ્યોએ બારીમાંથી કૂદીને દરવાજો ખોલ્યો ત્યારે ત્યારે જોયું તો પ્રતાપ અને તેની પત્ની પુષ્પા બંને મૃત હાલતમાં પડેલા હતા. આ ઘટનાથી પરિવારમાં હોબાળો મચી ગયો હતો.