હનુમાન જયંતી પર બાગેશ્વર ધામમાં ઉમટ્યુ જન સૈલાબ ! ચર્ચામાં 511 મહિલા ભક્તોનો આ વીડિયો
હનુમાન જયંતીના અવસર પર મધ્યપ્રદેશના વિદિશમાં એક મોટી કળશયાત્રા નીકાળવામાં આવી. જેનું આયોજન બાગેશ્વર ધામ તરફથી કરવામાં આવ્યુ હતુ. આમાં 5100 મહિલાઓએ હાજરી આપી હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ઇન્સ્ટાગ્રામ પર બાગેશ્વર ધામ સરકારના ઓફિશિયલ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અહીં આજથી લઇને 13 એપ્રિલ સુધી બાગેશ્વર ધામની કથાની શરૂઆત થઇ છે.
કેટલાક અહેવાલ અનુસાર, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 6 એપ્રિલે રાત્રે વિદિશા પહોંચવાના હતા અને આજથી એટલે કે 7 એપ્રિલથી તેઓ તેમનો દિવ્ય દરબાર સ્થાપવા જઈ રહ્યા છે. તેમના આગમન પહેલા પંડિત અંકિત કૃષ્ણ શાસ્ત્રી બટુકના નેતૃત્વમાં વિદિશા આવેલા હજારો શ્રદ્ધાળુઓએ કલશ યાત્રામાં ભાગ લીધો હતો. વિદિશામાં પ્રથમ વખત બાગેશ્વર ધામ દ્વારા 13 એપ્રિલ સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે બાલાજી પેરેડાઈઝ બાયપાસ પર 150 વીઘા વિસ્તારમાં કથા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે.
સમગ્ર વિસ્તારને રંગોળીથી શણગારવામાં આવ્યો છે અને રોજના 50 હજારથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે એક અલગ ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શુક્રવારથી એટલે કે આજથી વિદિશામાં દેશના નામાંકિત સંતોનો મેળાવડો પણ યોજાવા જઈ રહ્યો છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા એક મહિનાથી કથા સ્થળની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતું. આ કારણોસર શહેરના બાયપાસ પરથી નીકળતા વાહનોના રૂટ ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુરુવારે વિદિશામાં યોજાયેલ વિશાળ શોભાયાત્રાની વાત કરીએ તો, આ શોભાયાત્રામાં મહિલાઓ ઉમટી પડી હતી. હજારો મહિલાઓ કલશ સાથે ચાલી રહી હતી, કલશ યાત્રા પહેલા આયોજકોએ રસ્તાઓ પર પાણીનો છંટકાવ કર્યો હતો, જેથી કલશ યાત્રા દરમિયાન મહિલાઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કલશ યાત્રાને ભવ્યતા આપવા માટે બહારથી હાથી, ઘોડા, ઊંટ બોલાવવામાં આવ્યા હતા અને અનેક ડીજે તેમજ બેન્ડ પણ જોડાયા હતા. કલશ યાત્રામાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા શહેરની મહિલાઓને 5100થી વધુ કલશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘરે-ઘરે પીળા ચોખા આપીને કાર્યક્રમમાં સામેલ થવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram