અમદાવાદમાં પધાર્યા બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, હજારોની સંખ્યામાં જનમેદની સ્વાગત માટે ઉમટી પડી, જુઓ વીડિયોમાં અદભુત નજારો

આગ ઝરતી ગરમીમાં પણ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શને પહોંચ્યા તેમના ભક્તો, પરસેવે રેબઝેબ થઈને પણ કરી પુષ્પવર્ષા, જુઓ વીડિયો

Bageshwar Baba in Ahmedabad: ગુજરાતની અંદર બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની એન્ટ્રી થઇ ચુકી છે. તેઓ 10 દિવસના ગુજરાત પ્રવાસે છે અને ગઈકાલે બપોરે તેનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થયું હતું. જેના બાદ આ કાળઝાળ ગરમીમાં પણ બાબાનું સ્વાગત કરવા અને તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ આવ્યા હહત. જેના બાદ તેમને વટવામાં યોજાઈ રહેલી એક શિવકથા પુરાણમાં હાજરી આપી હતી. બાબાના આવવાની જાણ થતા જ ભક્તો અને તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં તેમના રોકાણ સ્થળ અને કાર્યક્રમ સ્થળની આસપાસ પહોંચી ગયા હતા.

અમદાવાદમાં બાબાનું ભવ્ય સ્વાગત થયું હતું. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. બાબાના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પણ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે, આ ઉપરાંત બાબાને Y કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવશે.

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં સંબંધોન કરતા જણાવ્યું હતું કે, “અયોધ્યામાં રામલ્લા બિરાજમાન થઈ ગયા છે અને હવે મથુરાનો વારો છે. હવે ભાગવાનો સમય નથી. હવે હિન્દુ અને સનાતનીઓને એક થઈને કામ કરવાનો સમય છે. અત્યારે નહીં જાગ્યા તો આગામી સમયમાં રામકથા નહીં થાય, શિવમહાપુરાણની કથા નહીં થાય, ભાગવત સપ્તાહ નહીં થાય.”

આ ઉપરાંત તેમને ગુજરાતની યાત્રા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “તેમણે કહ્યુ હતુ કે, પહેલીવાર ગુજરાત આવ્યો છું. દસ દિવસ રહેવાનો છું. 29 તારીખે ચાણક્યપુરીમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 30 તારીખે પ્રવચન છે. તમામ સનાતની હિન્દુઓ એક થઈ જાવ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે બાબાએ ગઈકાલે કથામાં હાજરી આપ્યા બાદ સાંજે વિમાન મારફતે સુરત જવા માટે રવાના થયા હતા. તેઓ સાંજે 7.30ની આસપાસ સુરત પહોંચ્યા હતા. અમદાવાદની જેમ જ સુરતમાં પણ બાબાના આગમનની ખબર આવતા જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને બાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Niraj Patel