બાગેશ્વર બાબાએ સુરતના યુવકને બતાવ્યો એવો ચમત્કાર કે બોલતી જ બંધ ગઇ, કહ્યુ- તારી કેટલી પત્નીઓ છે એ…

Bageshwar Baba Reveals Secret About Surat’s Man : બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે હવે બાબાએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને તેઓ ગુજરાતમાં તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. ગુરુવારે તેઓ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી તેઓ સુરત પહોંચ્યા હતા. સુરતમાં બાબાની ગ્રાન્ડ એન્ટ્રી બાદ લિંબાયત વિસ્તારમાં નિલગિરિ મેદાનમાં તેમનો દરબાર ભરાયો હતો. સુરતમાં દિવ્ય દરબાદને લઇને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

ત્યારે ગઇકાલના રોજ બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાયો, આ દરમિયાન વિચિત્ર કિસ્સો બન્યો. એક યુવક કે જે પોતાની પરેશાની લઈને સ્ટેજ પર બાબા પાસે આવ્યો હતો તેના વિશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવા ખુલાસા કરી નાખ્યા કે તે પણ ચોંકી ઉઠ્યો. સુરત પાટીયાનો વિપુલ સ્ટેજ પર બાબા પાસે પોતાની સમસ્યા લઈને ગયો હતો અને આ સમયે તે બાબાને પોતાની સમસ્યા જણાવે એ પહેલા જ બાબા તેને સામેથી એક બાદ એક વસ્તુઓ કહેવા લાગ્યા.

જે બાદ તેમણે કહ્યુ કે- તારી કેટલી પત્નીઓ છે એ વિશે પણ અમે જાણીએ છીએ. તારા હોટલના ગુણ પણ અમે જાણીએ છીએ.’ જણાવી દઇએ કે, સુરતમાં પહેલા દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી એકવાર હિંદુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જે દિવસે ગુજરાતમાં…ભારતમાં હિન્દુઓ તેમના માથા પર તિલક કરીને રસ્તા પર નીકળવાનું શરૂ કરશે. તે દિવસે ભારત હિંદુ રાષ્ટ્ર બની જશે.

માત્ર ભારત જ નહીં, પણ પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યુ- અહિંયાનાં લોકો બોલે છે. હાઉ પોસિબલ હિન્દુ રાષ્ટ્ર ? તો હું એમને એટલું જ કહેવા માગું છું કે ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે. જે કહેતા હતા કે ભગવાન નથી હોતા, શક્તિઓ નથી હોતી, આ બધા પાખંડ છે અને ભારતના સંત પાખંડી હોય છે, તેમની ખેર નથી. આવી જાઓ બાગેશ્વર દરબારમાં.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર Pokને રામ અને હિંદુસ્તાનની જરૂર છે.પીઓકેને પાકિસ્તાન સંભાળી રહ્યું નથી.સુરતમાં 26 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, “મારો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. હું માત્ર એક જ પક્ષનો છું. તે પક્ષ બજરંગ બલીનો છે.” ગુજરાતના લોકો માટે તેમણે કહ્યું, “ગુજરાતની જનતાને જીતવી મુશ્કેલ છે. ગુજરાતની ધરતીને નમન કરું છું. અહીંના લોકોની દુનિયાભરમાં પહોંચ છે. તમારા પર જીત મેળવવી મુશ્કેલ છે.

“ધીરેન્દ્ર શાસ્ત્રીએ અહીં ‘વાય’ શ્રેણીની સુરક્ષા પર પણ પ્રતિક્રિયા આપી છે, જે તેમને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.તેમણે કહ્યું કે હું આદિવાસી વિસ્તારોમાં જંગલોમાં વાર્તાઓ સંભળાવું છું, એ માટે સાજિશ થઇ રહી છે. સનાતન વિરોધી શક્તિઓ પણ અનુભવાઈ રહી હોવાથી સુરક્ષા આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર યોજાયો, જે સાંજે 5 વાગ્યે લાગ્યો હતો,

પણ અઢી કલાક પહેલાં ભર તડકામાં તેમના ભાવિકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અહીં કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ થયો હતો ત્યાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં કારમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી.તેમણે મંચ પર પહોંચીને પૂજા કરી અને લોકોનું અભિવાદન કર્યુ. લોકગાયક કિર્તીદાન ગઢવી ધીરેન્દ્ર શાસ્ત્રીના પણ પગે પડ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા.

જે બાદમાં પૂર્ણાહૂતિ સમયે પણ કિર્તીદાને ડાયરાની રમઝટ બોલાવી હતી. જણાવી દઇએ કે, બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો 7 જૂન સુધી ગુજરાતના ચાર શહેરોમાં યોજાનાર છે. સુરત બાદ તેઓ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે. અમદાવાદમાં 29 અને 30 મેના રોજ દરબાર યોજાશે. રાજકોટમાં 1 અને 2 જૂને દરબાર યોજાશે. 3 થી 7 જૂન સુધી વડોદરામાં રહેશે.

Shah Jina