રસોઈ

પૌષ્ટિક, સ્વસ્થ્યમંદ અને સ્વાદિષ્ટ એવા બાફેલા આખા મગનો શિરો આજે જ બનાવો, નોંધી લો રેસીપીના સ્ટેપ…

આજે અમે તમારા માટે આખા અને બાફેલા મગના શીરાની રેસિપી લઈને આવ્યા છીએ. આ શીરો ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને નાના મોટા સૌની હેલ્થ માટે ખૂબ જ ગુણકારી એવો મગનો શીરો જમતા શીખી રહેલ નાના બાળકો માટે પણ એટલો જ ગુણકારી અને પૌષ્ટિક છે. કહેવાય છે કે મગ ખૂબ જ શક્તિશાળી કઠોળ છે.જે ગમે તેવા બીમાર વ્યક્તિને પણ સાજા કરવાની તાકાત ધરાવે છે. આટલા બધા મગમાં ગુણ રહેલા છે તો કેમ આપણે મગનો શીરો જ ના બનાવીએ? તો ચાલો હવે આપણે જોઈએ મગનો શીરો બનાવવા માટે જોઈતી સામગ્રી.

સામગ્રી:

  • 1 વાટકી બાફેલા મગ
  • ખાંડ (જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ મુજબ )
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી એલાયચી પાઉડર

બનાવવાની રીત:

સ્ટેપ-1:
મગને એકદમ નહી બાફવા, મગ આખા રહે એમ અને કાચા ન રહે એમ બાફવા થવા એવા બાફેલા મગ લેવાના છે. સૌથી પહેલા તો ગેસ ઉપર એક કઢાઈ મૂકી જેવી કઢાઈ ગરમ થાય એટલે તરત જ ઘી એડ કરવું. ઘી ગરમ થાય એટલે તરત એમાં બાફેલા મગ એડ કરી હળવવા અને સતત હલાવતા રહેવું.

સ્ટેપ-2:
ગેસની આંચ મીડિયમ સ્લો જ રાખવી નહીતર મગ કઢાઈના તળિયે ચોટી જશે. ચમચાની મદદથી સતત હલાવતા જ રહેવું.

સ્ટેપ-3:
ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી મગ એકદમ સરસ ઘીમાં શેકાઈને સરસ મિક્સ ના થઈ જાય. જેવા મગ પ્રોપર મિક્સ થઈ જશે અને શેકાઈ જશે ઘીમાં એટલે તરત જ મગમાથી ઘી અલગ પડી જશે.

સ્ટેપ-4:
ઘી અલગ થશે એટલે મીઠી સુગંધ આવશે.

સ્ટેપ-5:
એટલે એમાં એલાયચી પાઉડર ઉમેરી ચમચા વડે હલાવો.

સ્ટેપ-6:
હવે એમાં ખાંડ એડ કરો અને મીડિયમ આંચે 1 મિનિટ હલાવશો એટલે તરત જ ખાંડ ઓગળી જશે.

બની ગયો છે સ્વાદિષ્ટ અને સુગંધીદાર મગનો શીરો. ગરમા ગરમ સર્વ કરો. આ શીરો તમે ઘરે મહેમાન આવે ત્યારે એમના સ્વાગતમાં પણ બનાવી આવનાર મહેમાનની મહેમાનગતિ કરી શકો છો. બનાવવામાં આ શીરો ખૂબ જ સરળ છે અને ખાવામાં એવો જ સ્વાદિષ્ટ. તો એકવાર જરૂર બાનવજો નાના મોટા સૌ આંગળા ચાટી ચાટી ખાશે એવો ટેસ્ટી છે.

નોંધ – આ મગના શિરામાં જો એલાયચી એડ કરશો તો જ શિરાના અસલી સ્વાદની મજા તમે માણી શકશો.

મગનો શિરો બનાવવા માટેની પરફેક્ટ રેસીપી માટે જુઓ વિડીયો…

આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી હશે. જો ગમે તો શેર કરો લાઈક કરો અને મારી યુ ટ્યુબ ચેનલ “ફૂડ શિવા “ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks