સિંગર બાદશાહને રોંગ સાઈડ ગાડી ચલાવવું ભારે પડી ગયું છે. ગરુગ્રામ પોલીસે રેપર બાદશાહનું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે ચલણ કાપ્યું છે. બાદશાહ ગુરુગ્રામમાં એક કોન્સર્ટમાં સામેલ થવા માટે આવ્યો હતો. જે ગાડીમાં બાદશાહ સવાર હતો તે ગાડી રોંગ સાઈડ જઈ રહી હતી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે બાદશાહનું ચણલ કાપ્યું છે.
ગુરુગ્રામ પોલીસે કેટલો દંડ ફટકાર્યો
બાદશાહ ગુરુગ્રામના સેક્ટર 68માં એયરિયા મોલમાં આયોજિત કરણ ઔજલાના કોન્સર્ટમાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, બાદશાહ બ્લેક રંગની થાર કારમાં ગુરુગ્રામ પહોંચ્યો હતો. આ ગાડી પાણીપતના એક યુવકના નામે રજિસ્ટર્ડ છે. બીજી તરફ બાદશાહની કાર રોંગ સાઈડ પર ચલાવવા પર સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને કાર્યવાહી કરતા ટ્રાફિકના નિયમો તોડવા બદલ રેપર-સિંગરને મોટો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે, બાદશાહ પર 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ગુરુગ્રામ પોલીસે CCTV ફૂટેજ પણ કબજામાં લઈ લીધા છે.
અન્ય સેલેબ્સે પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું
તમને જણાવી દઈએ કે, બાદશાહ પહેલા પણ ઘણા સેલેબ્સે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તાજેતરમાં જ જ્યારે કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો ત્યારે તેણે નો પાર્કિંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. આ કારણોસર તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. વરુણ ધવનનું પણ એકવાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-ચલણ કાપવામાં આવ્યું હતું.