મનોરંજન

અમિતાભ બચ્ચનથી પણ મોંઘી ગાડી ખરીદીને આ ગાયકે બધાને ચોંકાવ્યા હતા અને કહ્યું,”અપના ટાઈમ આ ગયા”….

સેટરડે સેટરડે,ચુલ,ડીજેવાલે બાબુ,અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ જેવા હિટ ગીતો દ્વારા પોતાની એક અલગ જ ઓળખાણ બનાવનારા ફેમસ ઇન્ડિયન રેપર બાદશાહનું આખરે સપનું પૂરું થઇ ગયું છે.

જણાવી દઈએ કે બાદશાહે હાલમાં જ રોલ્સ-રૉયસની રૈથ ખરીદી છે. આ ગાડી ખરીદવાની ઈચ્છા તે ઘણા સમયથી ધરાવતા હતા. બાદશાહે પોતાની આ ખુશી સોશિયલ મીડિયામાં પોતાની ગાડીની તસ્વીરો શેયર કરીને વ્યક્ત કરી છે અને ફિલ્મ ‘ગલી બોય’ સ્ટાઈલમાં કહ્યું કે,”અપના ટાઈમ આ ગયા”.

Image Source

બાદશાહે મંગળવારના રોજ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સ સાથે આ ખુશખબર વ્યક્ત કરી છે, જેના પછી તેને ખુબ શુભકામનાઓ મળી રહી છે. આ ગાડીની કિંમત 6.46 કરોડ જણાવામાં આવી રહી છે. શેયર કેરલી તસ્વીરોમાં બાદશાહનો પરિવાર પણ નજરમાં આવી રહ્યો છે.

જેના કૈપ્શનમા બાદશાહે લખ્યું કે,”આ ખુબ જ લાંબો સફર રહ્યો હતો, પરિવારમાં સ્વાગત છે” રોલ્સ રૉયસની આધિકારિક વેબસાઈટના અનુસાર,”રૈથ મોટર કાર તેઓ માટે છે, જેમાં એડવેન્ચર ની ક્યારેય પણ ન બુજાતી તરસ હોય છે”. હાલ બાદશાહની ગાડીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી છે

આ સિવાય બાદશાહને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ ખુબ ખુબ શુભકામનાઓ આપી છે. ખાસ વાત એ છે કે હાલમાં જ અમિતાભજી અને સંજય દત્તે પણ આ જ કાર ખરીદી હતી પણ બાદશાહની ગાડીની કિંમત આ બંને કલાકાર કરતા વધારે છે.

રોલ્સ-રૉયસની રૈથ એક સુપર લગ્ઝરી કાર છે, જેમાં 6.6 લીટર V12 એન્જીન આપવામાં આવ્યું છે. જે 624 હૉર્સ પાવર પ્રદાન કરે છે.અમિતાભજી એ પણ મર્સીડીઝ બેન્ઝ V-Class ખરીદી હતી. જે અત્યાર સુધીની ભારતમાં લોન્ચ થયેલી સૌથી મોંઘી એમપીવી ગાડીઓમાંની એક છે. જેની કિંમત 68 લાખ જણાવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર અમિતાભજી એ આ ગાડીને જયાં બચ્ચના જન્મદિવસ પર ભેંટ સ્વરૂપે આપી હતી. Mercedes-Benz V-Class Exclusive અને V-Class Expression ની કિંમત અલગ અલગ છે. જો કે અમિતાભજીએ ક્યું વર્ઝન ખરીધું છે તેનો હાલ ખુલાસો થયો નથી.

Image Source

જણાવી દઈએ કે Expression ની કિંમત 68.40 લાખ અને Exclusive ની કિંમત 81.90 લાખ રૂપિયા છે. જ્યા એક અન્ય બિગ બી એ Mercedes-Benz ખરીદી હતી તો સંજય દત્તે રેન્જ રોવર ગાડી ખરીદી હતી.

Image Source

સંજય દત્તે પણ કઈ સિરિઝ ખરીદી છે તેની જાણ થઇ શકી નથી. પોતાની નવી કારની તસવીરો સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી હતી જેમાં તે કારની સાથે પોઝ આપતા નજરમાં આવી રહયા હતા. તસ્વીર પોસ્ટ કરતા સંજય દત્તે કૈપ્શનમા લખ્યું હતું કે,”પરિવારમાં એક અન્ય સદસ્ય વધી ગયો, આભાર નાસિર”.

Image Source

જણાવી દઈએ કે રૈપર બાદશાહ બૉલીવુડ ફિલ્મની સાથે પોતાના અભિનયની શરૂઆત કરવા માટે પણ તૈયાર છે. તેનું કહેવું છે કે તે ફિલ્મને લઈને ખુબ જ ગભરાયેલા છે પણ તે પોતાનું બેસ્ટ આપશે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, વરુન શર્મા અને અન્નુ કપુર જેવા કલાકારો પણ શામિલ છે.

Image Source

બોલીવૂડના સિંઘમ અભિનેતા અજય દેવગણ પાસે કારનું વિવિધતાભર્યું કલેક્શન છે અને એ કલેક્શનમાં હાલમાં જ વધારો થયો છે. તેમને ભારતની સૌથી મોંઘી એસયુવી ખરીદી છે. તેમની પાસે મર્સીડીઝ બેન્ઝ W115 220ડી, મીની કૂપર, BMW Z4, રેન્જ રોવર જેવી કારો છે. કેટલાક વર્ષો પહેલા તેમને પોતાની પત્નીને ઓડી ક્યુ7 પણ આપી હતી.

Image Source

હાલમાં જ તેમણે રોલ્સ રોય્સ કુલિનન ખરીદી છે. ખબરો અનુસાર, અજય દેવગને થોડા મહિનાઓ પહેલા જ કુલિનનનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ આ ગાડીના કસ્ટમાઈઝેશનના કારણે તેની ડિલિવરીમાં મોડું થઇ ગયું. આ ગાડી સૌથી મોંઘી એસયૂવીમાંથી એક છે. જેના બેઝ વેરિયન્ટની એકસ શોરૂમ કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરુ થાય છે.

નોંધનીય છે કે રોલ્સ રોય્સ કસ્ટમાઈઝડ કારો માટે ઓળખાય છે. ગાડીને કસ્ટમાઈઝડ કરાવ્યા બાદ તેની કિંમતમાં વધારો થઇ જાય છે. આ કાર 0 થી 100 કિમિ પ્રતિ કલાકની સ્પીડ માત્ર 5 સેકન્ડમાં જ પકડી શકે છે, જેની ટોપ સ્પીડ 249 કિમિ પ્રતિ કલાક છે. આ કારમાં 6.8 લિટરનું ટર્બોચાર્જરવાળું વિ૧૨ પેટ્રોલ એન્જીન લાગેલું છે, જે 560 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટૉર્ક જનરેટ કરે છે.

Image Source

જો કે દેશમાં અજય દેવગણ પાસે જ આ કાર છે એવું નથી. આ પહેલા દેશના ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીએ પણ આ કાર ખરીદી હતી. આ પછી ભૂષણ કુમારે પણ લાલ રંગની કુલિનન ખરીદી હતી. અજય દેવગણને આ ગાડી ચલાવતા જોવામાં આવ્યા નથી. પરંતુ તેમના એક ચાહકે પાર્કિંગમાં પડેલી આ ગાડીની તસ્વીર ક્લિક કરી હતી.

Image Source

જયારે વાહન એપ પર આ ગાડીના માલિક વિશે જાણવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે આ ગાડી અજય દેવગણના નામ પર છે.પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ગાડી 17 જુલાઈ 2019ના રોજ અજય ઉર્ફ વિશાલ વીરુ દેવગણના નામે રજીસ્ટર થઇ હતી.