ખબર

ગુજરાત કોંગ્રેસને પડયો ફટકો, અમદાવાદના કોંગ્રેસ કોર્પોરેટરને કોરોના ભરખી ગયો

કોરોનાએ હાલ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કારણે ગુજરાત કોંગ્રેસમાં મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું રવિવારે રાતે નિધન થયું હતું. દાણીલીમડા-બહેરામપુરામાં એક સેવાભાવિ કોર્પોરેટર તરીકે તેમની ખૂબ ચાહના હતી અને છેલ્લા ચાર ટર્મથી તેઓ કોર્પોરેટર તરીકે ભારે બહુમતીથી ચૂંટાઈ આવતા હતા.

બહેરામપુરા કોંગ્રેસ કોર્પોરેટર બદરૂદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બનેલી હતી. અને આજે તેઓએ કોરોનાની જંગ સામે દમ તોડ્યો હતો.

Image source

બદરૂદ્દીન શેખનો છેલ્લા એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલાં છે. અને ઘણા વર્ષો સુધી તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ કોરોનાની મહામારીના સમયે પણ લોકો વચ્ચે સમાજ સેવા કરી રહ્યા હતા. અને આ સમાજ સેવા દરમિયાન જ તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બદરૂદ્દીન શેખનું નિધન થતાં કોંગ્રેસ માટે ખુબ જ આઘાતજનક સમાચાર છે.

જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ સમાચાર આવ્યાના થોડા કલાકો અગાઉ જ કોરોનાને મ્હાત આપી હતી. તેઓનાં બંને રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને આવતીકાલે ડિસ્ચાર્જ કરવામાં આવવાના હતા. ઈમરાન ખેડાવાલાના સમાચારથી કોંગ્રેસનાં સમર્થકોમાં ખુશીનો માહોલ હતો. પણ બદરૂદ્દીનનાં સમાચાર સાંભળી ગુજરાત કોંગ્રેસમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.

Image source

જણાવી દઈએ કે, બદરૂદ્દીન શેખનો જન્મ 13 સપ્ટેમ્બર 1952ના રોજ થયો હતો. એચકે આર્ટ્સ કોલેજમાંથી તેઓએ ગ્રેજ્યુએશન કર્યું હતું. એલએ શાહ લો કોલેજમાંથી તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષ 1979-1980માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના વર્ષ 1985-1990 જનરલ સેક્રેટરી રહ્યા હતા. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં છે. વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ પ્રવક્તા રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહ્યા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.:pray: