ભગવાન બદરીનાથ મંદિરમાં એવો જબરદસ્ત ચમત્કાર થયો કે હાજર 28 લોકો રહી ગયા દંગ, જાણો
વર્ષમાં આઠ મહિના સુધી ચાર ધામના કપટ બંધ હોય છે. ચાર ધામ પૈકી બદ્રીનાથના કપાટ 15 મેંના રોજ વૈદિક મંત્રોચ્ચારો અને વિધિ-વિધાન સાથે સવારે 4.30 વાગ્યે ખોલવામા આવ્યા હતા. બદ્રીનાથના કપાટ ખોલતી વખતે એક એવી ઘટના ઘટી જે એક ચમત્કાર જ છે.

બદરીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામનાં કપાટ બંધ કરતી વખતે ભગવાન બદરીનાથની મૂર્તિને ધૃત કંબલ (ઘીનો લેપ લગાવેલ ઊનનો ધાબળો) ઓઢાડવામાં આવે છે. બીજા વર્ષે મંદિરના કપાટ ખુલે ત્યારે બદ્રીનાથની પ્રતિમા પર ઘી યથાવત રહે તેને શુભ માનવામાં આવે છે.
ભગવાનની મૂર્તિ પર આ વખતે ઘી હતું, જે દેશના ઉજ્જવળ ભવિષ્યની આશા દર્શાવે છે. ધર્માધિકારીએ જણાવ્યું હતું કે, દર વખતે આવું નથી થતું. ઘણાં વર્ષોમાં ભાગ્યે જ આવું થાય છે. બહાર આટલી બરફવર્ષા હોવા છતાં ઘી સૂકાય નહીં એ કોઇ ચમત્કાર કરતાં જરા પણ ઓછું નથી.

ધામનાં કપાટ ખૂલ્યા તે સમયે 11 લોકો જ અખંડ જ્યોતિનાં સાક્ષી બન્યાં હતા. જ્યારે આખા મંદિર પરિસરમાં માત્ર 28 લોકો જ હાજર હતા. બદરીનાથ ધામના દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરની ઉત્સવ ડોલી અને તેલ કળશ યાત્રાએ પરિક્રમા સ્થળમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કુબેરજીની પ્રતિમાને બદરીનાથ પંચાયત (ગર્ભગૃહ) માં સ્થાપિત કરવામાં આવી.
લોકડાઉનના કારણે ધામનાં કપાટ સાદગીપૂર્ણ રીતે ખોલવામાં આવ્યાં હોય આ સમયે ચારેય તરફ સન્નાટો હતો. ઉત્સાહ અને ઉલ્લાસ ક્યાંય ન જોવા મળ્યો. મહિલાઓનું પારંપારિક નૃત્ય પણ ન થયું.

કપાટ ખોલતી વખતે સામાજીક ડિસ્ટન્સિગનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું હતું. કપાટ ખોલતાં પહેલાં આખા મંદિર પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યું. બદરીનાથ મંદિરને ચારેય તરફથી ગલગોટાના ફૂલોથી શણઘારવામાં આવ્યું હતું.