શ્રદ્ધા બાદ હવે આયુષી: રસ્તા પર ટ્રોલી બેગમાંથી મળી આયુષીની લાશ, જે વ્યક્તિએ તેની હત્યા કરી હતી તેના વિશે જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

ઘરનો સૌથી નજીકનો વ્યક્તિ નીકળો હત્યારો, શ્રદ્ધા બાદ હવે આયુષી: રસ્તા પર ટ્રોલી બેગમાંથી મળી આયુષીની લાશ- જાણો કોણ છે

દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. હજુ દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વૉકર હત્યાનો કેસ પોલીસ માટે મોટી પહેલી બની ગયો છે, ત્યાં વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં એક યુવતીની લાશ ટ્રોલી બેગમાં બંધ મળી આવતા હડકંપ મચી ગયો હતો. પોલીસને આ લાશ યમુના એક્સપ્રેક્સ વેના સર્વિસ રોડ પર કૃષિ અનુસંધાન કેન્દ્ર પાસે લાલ રંગની ટ્રોલીમાં લોહીથી લથબથ હાલમાં મળી હતી.

આ લાશ દિલ્હીના ગામ મોડબંધની 21 વર્ષીય આયુષી યાદવનું હોવાનું સામે આવ્યું હતું. ફક્ત 48 કલાકમાં જ પોલીસે મૃતકના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. રવિવારે મોડી સાંજે આયુષીની માતા બ્રજબાલા અને ભાઈ આયુષે પોસ્ટમોર્ટમ ગૃહમાં પહોંચીને લાશની ઓળખ કરી હતી. લાશની ઓળખ કરતા સમયે બંને એકબીજાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસના જણાવ્યા પ્રમાણે આ મામલો ઓનર કિલિંગનો છે. આયુષીના પિતાએ જ પોતાની દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી અને પછી લાશને સૂટકેસમાં ભરી અને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલામાં આરોપી પિતાની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી દીધી છે.  એસપીના જણાવ્યા અનુસાર આયુષી 17 નવેમ્બરના રોજ તેના ઘરેથી નીકળી હતી અને બીજા દિવસે 18 નવેમ્બરના રોજ તેની લાશ એક્સપ્રેક્સ વેના સર્વિસ રોડ પર લાલ રંગની ટ્રોલીમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી.

આયુષીના માથા, હાથ અને પગમાં ઇજાના નિશાન હતા અને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. લાશ મળ્યા બાદ પોલીસે તપાસ દરમિયાન એક ફોન આવ્યો જેમાં તેમને જણાવવામાં આવ્યું કે મૃતક દુલિના મોડબંદ ગામની આયુષી છે, જેના બાદ પોલીસની ટીમ યુવતીના ઘરે પહોંચી, ત્યાં તેની માતા અને ભાઈ હાજર હતા, તેના પિતા ફરાર થઇ ગયા હતા. તેની માતા અને ભાઈને પોસ્ટમોર્ટમ ગૃહમાં લાવીને લાશની ઓળખ કરાવવામાં આવી. જેના બાદ તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી.

Niraj Patel