હેલ્થ

બદામ કરતા પણ વધારે ફાયદાકારક છે પલાળેલા ચણા, જાણો તેના કેટલાક ફાયદાઓ…

આ વાત તો બધાને ખબર જ હશે કે પલાળેલા બદામ આપણા તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે. પણ શું તમે એ જાણો છે કે પલાળેલા ચણા બદામ કરતા પણ વધારે ફાયદાકારક હોય છે. આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પણ આ વાત સાચી છે. પલાળેલા ચણામાં કાર્બોહાઇડ્રેડ, પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, વિટામિન્સ પ્રાપ્ત થાય છે. આ બધા ગુણને કારણે આ સસ્તી વસ્તુ કેટલીક બીમારી સામે રક્ષણ આપે છે. સાથે સાથ લોહી પણ સાફ કરે છે જેનાથી ચેરના તેજમાં વધારો થાય છે.

Image Source

તો ચાલો જાણીએ પલાળેલા ચણાના કેટલાક ફાયદાઓ:

ડાયાબિટીસથી રક્ષણ:

Image Source

જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે પલાળેલા ચણા તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. રાતે 25 ગ્રામ પલાળેલા ચણાને સવારે ખાલી પેટે ખાવાથી ડાયાબિટીસની બીમારી દૂર થયા છે.

પુરુષો માટે ફાયદાકારક છે:

સવારે ઉઠીને ખાલી પેટે પલાળેલા કાળા ચણા ખાવા પુરુષો માટે ખુબ જ ફાયદાકારક હોય છે. રાતે ચણાને એક વાસણમાં પલાળીને રાખી દો. સવારે ઉઠીને સારી રીતે ચાવીને ખાવવું જોઈએ.

તાકાત અનેઉર્જા માટે:

Image Source

સવારે ઉઠીને રોજ પલાળેલા ચણા ખાવથી શરીરમાં તાકાત આવે છે. જે લોકોનું શરીર કમજોર હોય તેવા લોકોએ રોજ ચણા ખાવા જોઈએ છે. તે ઉર્જાનો સ્ત્રોત પૂરો પડે છે. તેનાથી શરીરમાં ઉર્જા પણ બની રહે છે. તેથી જલ્દી થાક પણ નથી લાગતો.

સારા હૃદય માટે:

રોજ ચણા ખાવાથી શરીરમાં ખુબજ પુષક્તત્વો મળે છે જે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનેથી હૃદયના રોગોમાં ધટાડો થયા છે અને હદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. હૃદયના રોગોથી પણ રક્ષણ આપે છે. લાંભા ગાળે કોઈ રોગ થતા નથી.

પેટની તકલીફોમાં રાહત:

Image Source

ચણાને પુરી રાત પલાળી તેનું પાણી અલગ કરો. પછી ચણામાં આદુ, જીરું, અને મીઠું નાખીને ખાવવું જોઈએ. ચણાને આવી રીતે ખાવાથી કબજિયાત અને પેટમાં થતા દુખાવવાથી રાહત મળે છે.

તંદુરસ્ત ત્વચા માટે:

પલાળેલા ચણાને ચાવી ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે જેનાથી ત્વચાને લગતા રોગોમાં રાહત મળે છે. જો તમારું  લોહી શુદ્ધ હશે તો તમને ખીલ, ખંજવાળ જેવી તકલીફથી છુટકારો મેળવી શકો છે. ચણા રોજ ખાવાથી તેમારી ત્વચા ચમકશે અને સુંવાળી બની જશે.

વજન વધારે છે:

ચણા ખાવાથી શરીરમાં માંસ પેશી વધારે છે. તેથી ઓછા વજનથી પીડિત લોકોએ વજન વધારવા માટે રોજ ચણા ખાવ જોઈએ. તેનાથી શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે.

શરદી ખાંસીથી રક્ષણ:

Image Source

ચણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેનેથી શરદી ખાંસી જેવા રોગો સામે રક્ષણ મળે છે. તેનાથી શરીરમાં નાની મોટી કોઈ પણ બીમારીઓ જલ્દીથી થતી નથી.

લોહી વધારવામાં મદદ કરે:

ચણામાં આર્યનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે તેથી તે લોહી વધારવામાં મદદ કરે છે. જે વ્યક્તિને લોહીની કમી હોય તો તેને ચણા ખાવનું શરુ કરવું જોઈએ. તે લોહીને વધારવાની સાથે સાથે તેને શુદ્ધ પણ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks