ધાર્મિક-દુનિયા

ભગવાન ગણેશનું 120 વર્ષથી વધુ જૂની મંદિર છે અમદાવાદથી 7 કલાકની દુરી પર, જરૂર વાંચો અને મુલાકાત લો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલું મોટું ગણેશજીનું મંદિર ઈંદોરના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે, જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ગમણેશજીની વિશાળ પ્રતિમાને કારણે પ્રખ્યાત છે. અહીં વિરાજિત ૨૫ ફુટ ઊંચી ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા એશિયામાં સૌથી ઉનવહિ ગણેશ પ્રતિમાઓમાંથી એક માનવામાં આવે છે. ભગવાન ગણેશની આ આકર્ષક મૂર્તિ ૪ ફુટ ઊંચા અને ૧૪ ફુટ પહોળી ચોકી પર વિરાજમાન છે.

Image Source

આ મંદિરની આધારશિલા પાછળ ગણેશજીના અનન્ય ભક્ત સ્વર્ગીય પંડિત નારાયણ દધીચ દ્વારા જોવામાં આવેલું એક સપનું છે. ભગવાન ગણેશ નારાયણને આવી જ મૂર્તિના સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. આ બાદ જ તમને પોતાના સપનાને સાકાર કરવાનું નક્કી કર્યું. મૂર્તિ અનુસાર જ ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરાવડાવ્યું. ગણેશની આકર્ષક મૂર્તિ નિર્માણ કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.

Image Source

25 ફૂટ ઉંચી છે પ્રતિમા

મંદિરનું નિર્માણ 190૧માં પંડિત નારાયણ દધીચ જ દ્વારા પૂરું કરવામાં આવ્યુ હતું. ભગવાન ગણેશ અહીં ૨૫ ફૂટ ઊંચી પ્રતિમાનાં રૂપમાં દર્શન આપે છે. આ પ્રતિમાનું નિર્માણમાં ચૂનો, રેતી, મેથીદાણા, માટી, સોનુ, ચાંદી, લોખંડ, અષ્ટધાતુ, નવરત્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર, પ્રતિમાના નિર્માણમાં તીર્થસ્થાનોનું જળ અને કાશી, અયોધ્યા, અવંતિકા અને મથુરાની માટીની સાથે સાથે ઈંટ, ચૂનો, ગોળ, સાત પથ્થરોની માટી, ઘોડા, ગાય અને હાથીના પગ નીચે કાચાળેલી માટી અને કીચડ તથા પંચરત્નોનો પાવડર, (જેમાં હીરો, પાનના, મોટી, માણેક, અને પુખરાજ સામેલ છે) થી કરવામાં આવ્યું છે.

Image Source

આઠ દિવસ લાગે છે ચોલા શણગાર કરવામાં

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર ગણેશજીના શૃંગારમાં લગભગ આઠ દિવસનો સમય લાગે છે. વર્ષમાં ચાર વાર આ ચોલા ચઢાવવામાં આવે છે જેમાં ભાદરવાની સુદ ચોથ, કારતકની વદ ચોથ, માગશર વદ ચોથ અને વૈશાખ વદ ચોથ પર ચોલા અને સુંદર વસ્ત્રોથી શૃંગાર કરવામાં આવે છે. આમાં લગભગ સવા મણ ઘી અને સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં મંદિરની દેખભાળની જવાબદારી નારાયણ દધીચની ત્રીજી પેઢીના પંડિત ગણેશ દધીચ જોઈ રહ્યા છે. આ પ્રતિમામાં મુખ સોના અને ચાંદી, કાન, હાથ અને સૂંઢ તાંબા અને પગ લોઢાના સળિયામાંથી બનાવવામાં આવ્યા છે.

Image Source

લાગી રહે છે ભક્તોની ભીડ

આખા શહેરના લોકો આ અલૌકિક પ્રતિમાના દર્શન માટે આમ તો આખું વર્ષ આવતા જ હોય છે, પણ ગણેશ ઉત્સવ દરમ્યાન અહીં ભક્તો હજારોની સંખ્યામાં આવે છે. ભક્તોના કલ્યાણ માટે મંદિરમાં બાલાજીનું મંદિર પણ બન્યું છે. બધા જ લોકો એમના દર્શન કરીને પોતાની મનોકામના પુરી કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks