જો તમને પણ શિયાળામાં ગરમ પાણીથી નહાવાની ટેવ હોય તો સાવધાન! જાણી લો આ નુકશાન

શિયાળાની ઋતુમાં શરદી, ફલૂ અને ચેપ ફેલાવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિઝનમાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં, ગરમ પાણી, ચા-કોફી જેવી વસ્તુઓનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે શરદીથી રાહત મેળવવાની કેટલીક ટ્રિક્સ તમારા માટે મુશ્કેલ બની શકે છે. ઉદાહરણ તરીકે, લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવાથી પણ શરીરને નુકસાન થાય છે. આવો અમે તમને જણાવીએ કે શિયાળામાં કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવું :  નિષ્ણાતોના મતે, ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી આપણા શરીર અને મન બંને પર ખરાબ અસર પડે છે. ખરેખર ગરમ પાણી કેરાટિન નામના ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે, જે ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને ફોલ્લીઓની સમસ્યાને વધારે છે.

વધુ પડતાં કપડાં પહેરવા : શિયાળાની ઋતુમાં પોતાને ગરમ રાખવું એ સારી બાબત છે, પરંતુ વધુ પડતાં કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી તમારું શરીર ઓવરહિટીંગનો શિકાર બની શકે છે. વાસ્તવમાં, જ્યારે આપણને ઠંડી લાગે છે, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ વાઈટ બ્લડ સેલ્સ (WBC) ઉત્પન્ન કરે છે, જે આપણને ચેપ અને રોગોથી બચાવે છે. જ્યારે શરીર વધુ ગરમ થાય ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેનું કામ કરવામાં અસમર્થ થઈ જાય છે.

વધુ ખાવું : શિયાળાની ઋતુમાં વ્યક્તિનો ખોરાક અચાનક વધી જાય છે અને તે સ્વાસ્થ્યની પરવા કર્યા વગર કંઈપણ ખાવા લાગે છે. ખરેખર, શરીરની કેલરી ઠંડીની સરખામણીમાં વધુ ખર્ચાય છે, જેને આપણે હોટ ચોકલેટ અથવા વધારાની કેલરીવાળા ખોરાકથી સરભર કરવાનું શરૂ કરીએ છીએ. આવી સ્થિતિમાં, જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર ફાઇબરવાળા શાકભાજી અથવા ફળો ખાવા જોઈએ.

કેફીન : શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે ચા અને કોફી એક સારી રીત છે. પરંતુ કદાચ તમે ભૂલી રહ્યા છો કે વધુ પડતું કેફીન શરીર માટે હાનિકારક છે. તમારે દિવસમાં 2 કે 3 કપથી વધુ કોફી ન પીવી જોઈએ.

ઓછું પાણી પીવું :શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ઠંડીમાં શરીરને પાણીની જરૂર નથી. પેશાબ, પાચન અને પરસેવા દ્વારા પાણી શરીરમાંથી બહાર આવે છે. આવી સ્થિતિમાં પાણી ન પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે. તેનાથી કિડની અને પાચનની સમસ્યા વધી શકે છે.

સૂતા પહેલા શું કરવું : એક રિસર્ચ મુજબ રાત્રે સૂતા પહેલા હાથ અને પગને મોજાથી ઢાંકીને રાખવા સ્વાસ્થ્ય માટે સારું છે. ઊંઘની ગુણવત્તા સુધારવા માટે આ પ્રયોદ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

બેડટાઇમ રૂટીન : આ સિઝનમાં દિવસ ટૂંકા અને રાત લાંબી થાય છે. આવી દિનચર્યા માત્ર સર્કેડિયન સાઈકલને ખલેલ પહોંચો છે, પરંતુ શરીરમાં મેટાલોનિન હોર્મોન (સ્લીપ હોર્મોન) ના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. આના કારણે ઝપકી આવતી રહે છે. સુસ્તી વધે છે. તેથી, સૂવાના સમયે જ પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

બહાર જવાનો ડર : શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ઠંડીથી બચવા ઘરની બહાર જવાનું બંધ કરી દે છે. આમ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ઘરમાં સંકોચાઈ જવાને કારણે તમારી શારીરિક પ્રવૃત્તિ બગડશે. સ્થૂળતા વધશે અને તમે સૂર્યના કિરણોમાંથી વિટામિન ડી મેળવી શકશો નહીં.

વ્યાયામ : ઠંડીમાં તાપમાન ઓછું હોવાને કારણે લોકો પથારીમાં જ પડ્યા રહે છે. ઝીરો શારીરિક પ્રવૃત્તિને કારણે, આપણી રોગપ્રતિકારક શક્તિ ધીમી થવા લાગે છે. તેથી રજાઇમાં બેસી રહેવાને બદલે તરત જ સાઇકલ ચલાવવી, ચાલવું કે કોઇપણ વર્કઆઉટ શરૂ કરી દો.

સેલ્ફ મેડિકેશન : આ ઋતુમાં લોકોને વારંવાર ઉધરસ, શરદી કે તાવની સમસ્યાથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના સેલ્ફ મેડિકેશન ઘાતક બની શકે છે. આ કેટલાક ગંભીર રોગના લક્ષણો પણ હોઈ શકે છે. તેથી, કોઈપણ દવા અથવા પ્રિસ્ક્રિપ્શન અજમાવતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

YC